- મેઘરજના યુવાને મુખ્યપ્રધાન રૂપાણીના બનાવ્યા હતા વીડિયો
- બન્ને વીડિયોમાં ભાષણને અન્ય વીડિયો સાથે જોડીને ઉડાવી હતી મજાક
- પોલીસે ધરપકડ કરતા મેઘરજ મામલતદારને અપાયું આવેદનપત્ર
અરવલ્લી : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મજાક ઉડાવતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર મેઘરજ તાલુકાના નિખિલ દામા ઉર્ફે ગુજ્જુ બોય વિરુદ્ધ થયેલી ફરિયાદ પરત ખેંચવા મેઘરજ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જીશિયારાની આગેવાન હેઠળ આવેદનપત્ર અપાવામાં આવ્યુ હતું. ફરિયાદ પરત નહિ ખેંચાય તો આદિવાસી સમાજ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની કોંગી ધારાસભ્યએ ચિમકી ઉચ્ચારી હતી
બે વીડિયો અપલોડ કર્યા છે
મેઘરજ તાલુકાના વાંકટીમ્બા ગામના નિખિલ દામા નામના યુવકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મજાક ઉડાવતા બે વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યા છે. જેમાં મુખ્યપ્રધાના જુદા જુદા પ્રસંગોએ કરેલા સંવાદોને અન્ય વીડિયો સાથે એડિટ કરીને વીડિયો બનાવ્યો છે. આ અંગે મેઘરજની ઇસરી પોલીસે નિખિલ વિરૂદ્વ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારા અને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ કાર્યવાહી વિરૂદ્વ મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું . જેમાં જણાવ્યું છે કે, નિખીલ દ્વારા બનાવેલા મુખ્યપ્રધાનના વીડિયોમાં કોઈપણ જગ્યાએ તેમની મજાક ઉડાવી નથી અને તેના વિરૂદ્વ ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી છે.