ETV Bharat / state

ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપાયો - Sakhi One Stop Center

અરવલ્લી જિલ્લાના મોડાસામાં છત્તીસગઢની મહિલા મોડાસાના યુવક સાથે ફેસબુક પર પ્રેમ થતા મોડાસા આવી હતી. આ મહિલાએ યુવક જોડે લગ્ન કર્યા હતા. જોકે થોડા દિવસ બાદ ઘર કંકાસ થતા મહિલાએ મોડાસા ખાતે આવેલ સખી વન સ્ટોપમાં આશરો લીધો હતો.

મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપાયો

author img

By

Published : Mar 27, 2021, 9:33 AM IST

  • ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપાયો
  • મહિલા છત્તીસગઢના કાંકેર જિલ્લાના વતની છે
  • સોશિયલ મીડિયાથી મોડાસાના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો

અરવલ્લી : 26 ફેબ્રુઆરીના રોજ અરવલ્લીના મોડાસામાં પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. આ મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, મહિલા છત્તીસગઢના કાંકેર જિલ્લાના વતની છે. સોશિયલ મીડિયાથી મોડાસાના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.યુવતી તેનું વતન છોડી તેના 2 વર્ષના બાળક સાથે મોડાસા ખાતે આવી અને મંદિરમાં જઈ લગ્ન કરી તેમનો ઘર સંસાર નિભાવવા લાગ્યા હતા. પરંતુ થોડા દિવસ બાદ આ પતિ દ્વારા શારિરીક તથા માનસિક ત્રાસ અપાતા તક જોઈ ઘરેથી નીકળી ગઇ હતા.

આ પણ વાંચો : કોવિડ-19ના સમયગાળા દરમિયાન 42થી 44 ટકા ઘરેલુ હિંસાના કોલ્સ મળ્યા

મહિલાને કાનૂની સહાય, મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી

મહિલા અજાણ હોવાથી જાગૃત નાગરિકના મદદથી પરખ સંસ્થા સંચાલિત "સખી" વન સ્ટોપ સેન્ટર, મોડાસા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આ મહિલાને કાનૂની સહાય, મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી હતી. તથા સતત માનસિક ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો.

મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપાયો
મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપાયો

આ પણ વાંચો : પોપ્યુલર બિલ્ડર દ્વારા ઘરેલુ હિંસા મામલે અપહરણ અને ગોંધી રાખવાનો ગુનો પણ નોંધાયો

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને સોપવામાં આવી હતી

23 માર્ચના રોજ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક જાડેજા વિક્રમબા અને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ફાળવવામાં આવેલા પોલીસ કોન્સટેબલ સંગીતા તથા કોન્સ્ટેબલ અર્જુનકુમાર, આ મહિલાને તેમના વતન છત્તીસગઢના કાંકેર જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોપવામાં આવ્યા હતા. ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને તેના આગળના પુન:સ્થાપન અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.