અરવલ્લી : ધી. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી બી. એસ. ગાંધી BBA કોલેજ, મોડાસાના વિદ્યાર્થીઓની CA અંગેનું માર્ગદર્શન તથા સરકાર દ્વારા કરમાં થઈ રહેલા સુવ્યવસ્થિત માળખાગત ફેરફારોને અનુલક્ષીને મોડાસાના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઋજુલભાઈ પટેલ દ્વારા માનદ પ્રધાન સુરેન્દ્રભાઇ જે. શાહના સાનિધ્યમાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓનલાઇન જોડાયા હતા.
CA ઋજુલભાઈ એમ. પટેલ દ્વારા CAની પરીક્ષાનું માળખું તેમજ તેમાં સફળ થવા અંગેના તમામ પાસાઓથી માહિતગાર કરીને તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ. તુષાર એમ. ભાવસારે શાબ્દિક સ્વાગત દ્વારા વેબીનારનો હેતુ સમજાવ્યો હતો. કાર્યકમના અંતમાં મડળના પ્રમુખ નવીનભાઈ મોદી દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમના કન્વિનિયર રાધાબેન પટેલ સફળ સંચાલન માટે ભારે જહેમત ઉઠાવી હતી.