- દિલ્હીમાં ખેડૂત આંદોલન યથાવત
- આંદોલનમાં ખેડૂતોના થયાં મોત
- SFI દ્વારા આ ખેડૂતોને શ્રદ્ધાંજલિ
અરવલ્લીઃ જિલ્લામાં કાર્યરત સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્રારા દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલન માં મૃત્યુ પામેલા ખેડૂતો ને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રવિવાર ની સાંજે મોડાસા ખાતે યોજવામાં આવ્યો હતો . જેમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને સી.પી.એમ ના કાર્યકર્તાઓ જોડાયા હતા.
સૂત્રોચ્ચાર કરી ખેડૂતો સાથે એકજુટતા દર્શાવી
સી.પી.એમની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓ દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્વાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોડાસા ટાઉન હોલ ખાતે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓ દ્વારા પ્રથમ કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂત આંદોલનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના માનસી રાવળ, હેપી પટેલ, સચિન થોરી, કવન પંડ્યા અને વિધાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી ખેડૂતો સાથે એકજુટતા દર્શાવી હતી.
અગાઉ પણ વિરોધ રેલી કાઢવામાં આવી હતી
2 અઠવાડિયા અગાઉ અરવલ્લી જિલ્લાના સી.પી.એમની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓએ રેલી કાઢી આંદલોન કરી રહેલા ખેડૂતોનું સમર્થન આપ્યું હતું. એસ.એફ.આઇના કાર્યકર્તાઓ દ્વારા બસ સ્ટેશનથી રેલી કાઢી 4 રસ્તા સુધી આવી દેખાવો કરી કેન્દ્ર સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ખેતી વિષયક કાયદાઓ પાછો ખેચવાની માગ કરી હતી. આ રેલી પરવાનગી લીધા વિના કાઢવામાં આવી હતી. જેથી 4 રસ્તા પર પોલીસ દ્વારા એસ.એફ.આઇના 25 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.