- અરવલ્લીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે
- ચૂંટણી અધિકારી ઇલાબેન આહિરે યોજી પત્રકાર પરિષદ
- 25 જાન્યુઆરીના રોજ ઉજવાય છે રાષ્ટ્રીય મતદાતા દિવસ
અરવલ્લી : ભારતીય ચૂંટણી પંચ દ્વારા વર્ષ-2011થી 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભે અરવલ્લી જિલ્લામાં અગીયારમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ-2021ની જિલ્લા કક્ષાની ઉજવણી સોમવારના રોજ થશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, જિલ્લા ભવન ખાતે કોરોનાની ગાઈડ લાઇન મુજબ યોજાશે. આ અંગે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ચૂંટણી અધિકારી ઇલા આહિરે વિસ્તૃત માહિતી આપી હતી.
મતદાર યાદીમાં 18થી 20 વર્ષના નવા નોંધાયેલા મતદારોનુ સન્માન કરાશે
મતદાર યાદીમાં 18થી 20 વર્ષના નવા નોંધાયેલા મતદારોનુ કલેક્ટર અને મહાનુભવો દ્વારા સન્માન કરવામાં આવશે. તેમજ વયોવૃદ્ધ નાગરિકો, ભારતીય ફોજના જવાનો, નાયબ કલેક્ટર, મામલતદાર, નાયબ મામલતદાર, મતદાર સાક્ષરતા કે, તેમની નોડલ અધિકારી, કેમ્પસ એમ્બેસેડર, BLO સુપરવાઇઝર, BLO વગેરેનું પણ સમ્માન કરી, લોકશાહીના આ પર્વની ઉજવણી ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ આ ઉજવણી મામલતદા દ્વારા તેમજ તમામ મતદાન મથક સ્થળો પર પણ જે તે BLO, સરપંચ, તલાટી દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા ઇ-એપિકનું લોન્ચિંગ
આ ઉપરાંત ભારતના ચૂંટણીપંચ દ્વારા ઇ-એપિકનું લોન્ચિંગ પણ કરવામાં આવશે. નવા મતદારો કે જેમનો મોબાઇલ નંબર રજિસ્ટર કરાવેલું હોય તેમનો આ ઇ-એપિકને pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકશે. ઇ-એપિક માટે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ(Android /iOS ), https://voterportal.eci.gov.in/ , https://nvsp.in/toilu ડાઉનલોડ કરી શકાશે. 1લી ફેબ્રુઆરી 2021થી દેશના તમામ મતદારો આ ઇ-એપિકની સુવિધાનો ઉપયોગ કરી શકશે.