અરવલ્લીઃ અમદાવાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રામાભાઇ લક્ષમણ ભાઈ ડામોર પોલીસકર્મીનું અરવલ્લી જિલ્લાના મેઘરજમાં અકસ્માતમાં અકાળે મોત નિપજ્યુ હતું.
અમદાવાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રામાભાઇ લક્ષમણભાઈ ડામોર સામાજિક કામકાજ અર્થે પોતાના વતન મેઘરજ તાલુકાના રાયવાડામાં આવ્યા હતા. પ્રસંગ પૂરો કરી બાઈક લઈ પરત અમદાવદ જઇ રહ્યા હતા. તે દરમિયાન પોલીસકર્મીને બાઈકને બાંઠીવાડા ગામ નજીક અન્ય બાઈકએ ટક્કર મારતાં પોલીસકર્મી રોડ પર પટકાયા હતા. જેના કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું .
પોલીસકર્મીનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનો અને સગા-સંબંધી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મેઘરજ પોલીસ સ્ટેશને અકસ્માતની જાણ થતા પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી, મૃતક પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસકર્મીના અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથક અને પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ હતી.
અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં અમદાવાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું અકસ્માતમાં અકાળે મોત નિપજ્યુ હતું. મેઘરજ પોલીસ સ્ટેશને અકસ્માતની જાણ થતા પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી, મૃતક પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.