ETV Bharat / state

મોડાસાના ખલીકપુરમાં કુવામાં પડી જતાં આધેડનું મોત

મોડાસાઃ અરવલ્લીના ખલીકપુરમાં રવિવારે આકસ્મિક રીતે કૂવામાં પડી જતાં આધેડનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

modasa
modasa
author img

By

Published : Apr 12, 2020, 7:15 PM IST

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ખલીકપુરમાં રવિવારે આકસ્મિક રીતે કૂવામાં પડી જતાં આધેડનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી પહોંચ્યું હતું. ફાયર ફાયટરની ટીમે આધેડના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

મોડાસાના ખલીકપુરમાં રવિવારે આકસ્મિક રીતે કુવામાં પડી જતાં એક આધેડનું મોત થયું છે. રવિવારે સવારે 35 વર્ષીય દશરથભાઈ કાંતિભાઈ પરમાર સુરેશભાઈ શનાભાઈ પટેલના ખેતરમાં આવેલા કૂવાની કિનારી ઉપર બેઠા હતા. આ દરમિયાન તે અચાનક કોઇ કારણસર કૂવામાં પડી ગયા હતા. આ અંગે ખેતર માલીકને જાણ થતા તેમણે પોલીસને તેમજ નગરપાલિકાના ફાયર ફાઈટરનો સંપર્ક કર્યો હતો.

આ ઘટના અંગેની જાણ થતાં મોડાસા પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી પહોંચી કૂવામાંથી આધેડના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.