ETV Bharat / state

મોડાસામાં રકત રથનું પ્રસ્થાન કરાયું - blood donation program

અરવલ્લીઃ મોડાસામાં રક્તદાન અંગેની જાગૃતતા લાવવા લાયન્સ કલબ ઓફ મોડાસા તેમજ રામાણી બ્લડ બેંક દ્વારા તૈયાર કરેલ રક્તદાન ક્રાંતિ રથનું પ્રસ્થાન બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલ અને GSCBTના ડાયરેકટર રાજેશ ગોપાલ દ્વારા લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

modasa
modasa
author img

By

Published : Feb 23, 2020, 7:16 PM IST

અરવલ્લી જિલ્લાના મોડાસમાં રામાણી બ્લડ બેન્ક અને લાયન્સ કલબ દ્વારા રક્તદાન રથ તૈયાર કરવામાં આવ્યો છે . આ રથનો હેતુ લોકોમાં રક્તદાન વિશે જાગૃતિ લાવી સ્વૈચ્છિક રક્તદાતાઓ ઊભા કરી સમાજમાં થેલેસેમિયા, સિક્સસેલ, એપ્લાટીક, એનીમિયા ગ્રસ્ત બાળકોને કે જરૂરિયાત દર્દીને વિનામૂલ્યે રક્ત આપવાનો છે. આ ક્રાંતિ રથ દરરોજ મોડાસાના જિલ્લા સેવા સદન વિસ્તારમાં ઉભો રાખવામાં આવશે. જેથી કોઇ અધિકારી કે કર્મચારી પોતાના જન્મદિન કે વિશેષ દિનને મૂલ્યવાન બનાવવા રક્તદાન કરવા પ્રેરીત થશે.

મોડાસામાં રકત રથનું પ્રસ્થાન કરાયું
આ ઉપરાંત નગરના વિવિધ વિસ્તારોમાં ફરી, એકત્ર કરેલ રક્તને રામાણી બ્લડ બેંકમાં જમા કરવામાં આવશે અને ત્યાં ટેસ્ટમાં પસાર કર્યા બાદ થેલેસેમિયા, સિક્સસેલ, એપ્લાટીક, એનીમિયા ગ્રસ્ત દર્દીઓને નિ: શુલ્ક બ્લડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.