ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, પોઝિટિવ દર્દીઓનો આંક 74 પર પહોંચ્યો - Details of Gujarat Corona

અરવલ્લીમાં કોરોના વાઇરસનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જોવા મળી રહ્યુ છે. મોડાસા શહેરના 23 કેસ મળી જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 74 કેસ થયા છે.

અરવલ્લીમાં કોરોનાના 6 કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓનો આંક 74 પહોંચ્યો

author img

By

Published : May 9, 2020, 10:01 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે. જેમાં ભિલોડા, ધનસુરા, બાયડ, મેઘરજ અને મોડાસા એમ પાંચ તાલુકામાં 51 જ્યારે મોડાસા શહેરના 23 કેસ મળી જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 74 કેસ મળી આવ્યાં છે.

અરવલ્લી જિલ્લામાં નોંધાયેલા નવા કેસ અંગેની વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી અમરનાથ વર્માએ જણાવ્યું હતું કે, શનિવારે મોડાસા શહેરમાં બે, બાયડના તેનપુર ગામે બે, જ્યારે ધનસુરા તાલુકાના બિલવણીયા અને વડાગામ મળી કુલ 6 કોરોના પોઝિટવના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી મળી આવેલા કોરોના પોઝિટિવના કેસને 21 વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સર્વેલન્સની કામગીરી સઘન બનાવાઇ છે.

અરવલ્લીમાં કોરોનાના 6 કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓનો આંક 74 પહોંચ્યો
અરવલ્લીમાં કોરોનાના 6 કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓનો આંક 74 પહોંચ્યો

આરોગ્ય વિભાગની 37 ટીમો દ્વારા 2011 ઘરોના 10847 લોકોને હાઉસ ટુ હાઉસ સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે. જ્યારે શનિવારે 307 આરોગ્ય ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીમાં 12940 ઘરોના 84873 લોકોને આવરી લેવામાં આવ્યાં છે. તેમાંથી 73 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. તો સરર્વે દરમિયાન 4 કોરોનાના શંકાસ્પદ દર્દી મળી આવ્યાં છે. જ્યારે 131 સેમ્પલનો રિપોર્ટ આવવાના બાકી છે.

વળી શનિવારે મોડાસાના કોવિડ કેર સેન્ટરમાંથી ધનસુરાના એક અને મેઘરજના ગાયવાછરડાનો દર્દી કોરોનામુક્ત બનતા રજા આપવામાં આવતા અત્યાર સુધી જિલ્લામાં 16 દર્દીઓ સાજા થતા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યાં છે. જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ જોઇએ તો અરવલ્લી જિલ્લામાં બાયડમાં 7, ભિલોડામાં 13, મેઘરજમાં 9, ધનસુરમાં 5, મોડાસાના 17, જયારે મોડાસા શહેરમાં 23, મળી અત્યાર સુધી 74 પોઝિટિવ કેસો નોંધાયેલા છે, જેમાં બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલમાં 28 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 28 મળી કુલ 56 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જ્યારે વાત્રકમાં એક અને મોડાસાના ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોવિડ કૅર સેન્ટરમાં 8 દર્દીને સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.