ETV Bharat / state

ખેડૂત આંદોલનને સમર્થન આપવા ગુજરાત કિસાન સભાના 50 ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી

સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન્સની ગુજરાત કિસાન સભાના અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના 50 ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર કૃષિ બિલ રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા રવાના થયા છે.

ETV BHARAT
ખેડૂત આંદોલનને સમર્થન આપવા ગુજરાત કિસાન સભાના 50 ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી
author img

By

Published : Dec 13, 2020, 10:15 PM IST

  • દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન યથાવત
  • આજે દિલ્હીમાં આંદોલનનો 18મો દિવસ
  • અરવલ્લીના ખેડૂતો દિલ્હી જવા રવાના

અરવલ્લીઃ સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન્સની ગુજરાત કિસાન સભાના અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના 50 ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર કૃષિ બિલ રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા રવાના થયા છે.

ખેડૂત આંદોલનને સમર્થન આપવા ગુજરાત કિસાન સભાના 50 ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી

દિલ્હીમાં ગુજરાત મોડલનો ભાંડો ફોડવાની ઉચ્ચારી ચીમકી઼

અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદના 50 ખેડૂતોએ રવિવારે દિલ્હી તરફ કૂચ કરી હતી. આ ખેડૂતો દિલ્હી ખાતે કૃષી બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદલનમાં જોડાશે. આ ખેડૂતોના જણાવ્યા અનુસાર, ભાજપ સરકાર બિન લોકશાહી પદ્ધતિ અપનાવી ખેડૂતોને અવાજ દબાવવા માગે છે, પરંતુ ખેડૂતો કોઇપણ ભોગે જિલ્લા મથકોમાંથી તબક્કાવાર દિલ્હી બોર્ડર પહોંચશે અને આંદોલનમાં ભાગ લેશે. આ ઉપરાંત ખેડૂતોએ 3 કૃષિ કાયદા રદ કરવાની માગ પર સાથે દિલ્હીમાં ગુજરાત મોડલનો ભાંડો ફોડવાની ચીમકી ઉચ્ચારી છે.

ગત મંગળવારના ભારત બંધની અરવલ્લીમાં અસર

કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના ખેડૂત સંગઠનો પણ મેદાને પડ્યા છે. ગત મંગળવારના રોજ ભારત બંધને અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં આંશીક સફળતા મળી હતી. આ સાથે જ કેટલાક ગામડાઓ સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતા. આ ઉપરાંત માર્કેટયાર્ડ, એપીએમસી બંધ રહ્યા હતા. જિલ્લાના ભિલોડામાં જાહેર બજારો પણ બંધ રહેતા સજ્જડ બંધ રહ્યું હતું. આ સાથે જ ભિલોડામા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં રોડ પર આવી ઠેર ઠેર ચક્કાજામ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.