અરવલ્લીઃ COVID-19ના સંક્રમણ વધવાની શક્યતાથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી બચવા "આરોગ્ય સેતુ" એપ ડાઉનલોડ કરવા પણ ભલામણ કરી હતી. અરવલ્લીવાસીઓએ પણ આરોગ્ય માટે જાગૃત થઇ 42, 134 લોકોએ “આરોગય સેતુ” એપ ડાઉનલોડ કરી છે.
જો કે છેલ્લા બે દિવસથી મોડાસા નગરમાં આ એપ્લિકેશનમાં કોરોના પોઝિટિવની ખોટી માહિતી બતાવતાં આવી રહી છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો છે.
![અરવલ્લીમાં 42,134 લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી, ટેકનીકલ ખામીના કારણે લોકોમાં ભય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-application-error-photo2-gj10013jpeg_03052020174616_0305f_1588508176_719.jpeg)
“આરોગ્ય સેતુ” એપ ડાઉનલોડ કરનારા લોકોના મોબાઈલમાં, એક યુઝર ડાયગ્નોસિસ કોવીડ-19 પોઝિટિવનું નોટિફિકેશન બતાવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અમરનાથ વર્માએ મોડાસાના માલપુર રોડ પર કોરોના પોઝિટિવનો દર્દી ન હોવાનું જણાવ્યું હતું. ટેક્નોલોજીના જાણાકારોનું માનીએ તો એપમાં ખોટી માહિતી ભરી હોઇ શકે છે પણ હાલ તો આ વિષય સૌના માટે કુતુહલ ઉપજાવે તેવો થઇ ગયો છે.