અરવલ્લી : જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવાના કુલ 700 કેન્દ્રો છે, તેની સાથે પાંચ-પાંચ યુવાન યુવતીઓ જોડાતા જેની સંખ્યા આજે 3500 વધુ થઇ ગઇ છે. આ યુવાનોને જિલ્લા કલેકટર અમૃત્તેશ ઔરંગાબાદકરે વીડીયો કોન્ફરન્સિંગથી માર્ગદર્શિત કર્યા હતા. જેમાં મુખ્યપ્રધાનના" હું પણ કોરોના વોરીયર" કેમ્પેઇન SMS સૂત્ર (S-Social Distance, M-Mask, S- Senitize) સોશિયલ ડિસ્ટન્સ માટે છત્રી દ્વારા દૂરી બનાવી શકાય આવા નાના નાના ઇનોવેશન આઇડિયા આપ્યા હતા.
જેમાં જીવનશૈલીમાં કેમવધારો કરવો, હોમ કોરોનટાઈન લોકોનું સતત ફોલોઅપ કેમ લેવું, આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનો ઉપયોગ કેમ કરવો તેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો,. તેમજ નાના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોની કાળજી રાખવી જેવી બાબતો અંગે જણાવવમાં આવ્યું હતું.