ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત 157 કામ પૂર્ણ, 518 કામ પ્રગતિ હેઠળ - sujalam Sufalam

સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ જળ સંચયના 1267 કામો હાથ ધરાયા છે.

Aravalli, Etv Bharat
Aravalli
author img

By

Published : May 27, 2020, 8:04 PM IST

મોડાસાઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો 20 એપ્રિલથી શરૂ કર્યો છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ જળ સંચયના 1267 કામો હાથ ધરાયા છે.

Etv Bharat
અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત 157 કામ પૂર્ણ

સમગ્ર રાજ્યમાં રૂ. 414 કરોડના ખર્ચે 14694 કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામોમાં મુખ્યત્વે જળસંચયના કામો, મનરેગા અંતર્ગત તેમજ લોકભાગીદારીથી હાથ ધરાશે. રાજ્યમાં આ સુજલામ સુફલામ જળ અભિયાનના બે તબક્કામાં અત્યાર સુધીમાં સફળતાપૂર્વક પાર પડયા છે. આ દરમિયાન બે વર્ષમાં 23500 લાખ ઘનફૂટ માટી-કાંપ ખેડૂતોએ કાઢી છે અને પરિણામે રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતામાં વૃદ્ધિ થઇ છે.

અરવલ્લી જિલ્લામાં અભિયાન અંતર્ગત કરવાના થતા કામો માસ્ટર પ્લાન મુજબ 1267 કામો હાથ ધરનાર છે, જેમાંથી 157 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે 518 કામો પ્રગતિમાં છે. ચાલુ વર્ષે જળસંપત્તિ વિભાગના 1010 પાણી પુરવઠાના 51, ગ્રામ વિકાસના 108, વન વિભાગના 69, વોટર શેડના 23 તેમજ શહેરી વિસ્તારના 6 મળી કુલ 1267 કામ કરાશે. જેમાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉંડા કરવાના ચાલતા કામો પૈકી મોડાસા નજીક ગાજણના તળાવની મુલાકાત લઈ ત્યાં ચાલતા તળાવ ઊંડું કરવાના કામનું જાત નિરીક્ષણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.