- નગરપાલિકાની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાશે
- સ્થાનિક નેતાઓએ ચૂંટણીને લઈ કમર કસી
- આણંદ વોર્ડ 13 ના કાઉન્સિલર કેતન બારોટે જનસંપર્ક કાર્યાલય ચાલુ કર્યું
આણંદઃ આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવશે. જેને લઈ સ્થાનિક નેતાઓ મતદારોની સેવામાં જોતરાઈ ગયેલા નજરે પડવાના દ્રશ્યો હવે સામાન્ય બની જવા પામશે. આવો જ એક કિસ્સો આણંદમાં જોવા મળ્યો હતો.
ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ
આણંદ નગરપાલિકાના યુવા કાઉન્સિલર કેતન બારોટ દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને પ્રજાની સેવા કરવાના ઉદેશ સાથે આજે (બુધવાર) તેમના મત વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. કેતન બારોટ આણંદ નગરપાલિકામાં યુવા કાઉન્સિલર તરીખે ઓળખ ધરાવે છે. રાજકારણમાં આવ્યા બાદ નાની ઉંમરમાં નોંધનીય કામગીરી કરી પ્રજામાં લોકપ્રિય બનેલા કેતન બારોટના કાર્યાલયના ઉદ્ઘાટનમાં વોર્ડના વડીલો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક નાગરિકની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત રહશે કાર્યાલય: કેતન બારોટ
ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં આવનારી ચૂંટણીમાં મતદારોને રીઝાવવા માટે સ્થાનિક નેતાઓ સક્રિયપણે પ્રજા હિતના કાર્યોમાં જોડાયેલા નજરે ચડે છે, ત્યારે હવે આ દિવસોમાં પ્રજાને રીઝાવવા માટે નેતાઓ મત મેળવવા કેટલી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે તે જોવું રહ્યું. હાલ તો આણંદના વોર્ડ નંબર 13 ના નાગરિકોને કાઉન્સિલર કેતન બારોટ દ્વારા 24×7 જનસંપર્ક કાર્યાલયની ભેટ આપી સમસ્યાઓના નિરાકરણ લાવવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે.