આણંદ: ગુજરાત બેડમિન્ટન એસોસીએશનના(Gujarat Badminton Competition) માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા બેડમિન્ટન એસોસીએશન(District Badminton Association in Anand) દ્વારા યોનેક્ષ સનરાઈસ ગુજરાત રાજ્ય બેડમિંટન સ્પર્ધા 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Badminton Academy in Ahmedabad : અમદાવાદમાં સૌથી મોટી પ્રાઈવેટ બેડમિન્ટન એકેડેમી બ્લેક એન્ડ વન શરૂ
સ્ટેટ લેવલ બેડમિન્ટન સ્પર્ધા મૂકી ખુલ્લી - આ પ્રસંગે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતુ કે, ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે અગ્રેસર બને તેવા વાતાવરણનું નિર્માણ ગુજરાત સરકારે કર્યું છે. રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓની સાથે બેડમિન્ટન જેવી સ્પર્ધાનું રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવે છે. જે આપણા માટે ગૌરવની વાત છે, આવી સ્પર્ધાઓ થકી આપણને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પર્ધકો(International level competitors) મળે છે. આણંદ સહિત રાજ્ય ભરના ખેલાડીઓ ભાગ લેશે તેમજ બે પ્રતિયોગિતામાં 600 ઉપરાંત ખેલાડીઓ ભાગ લેશે.
આ વર્ષે ગુજરાત એ નેશનલ ગેમ્સનું યજમાન - હર્ષ સંઘવી એ ઉમેર્યું હતું કે ગુજરાતની ધરતી ઉપર આગામી દિવસોમાં યોજાનાર નેશનલ ગેમ્સનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, આ વર્ષે આપણું ગુજરાત એ નેશનલ ગેમ્સનું યજમાન(Gujarat is host for National Games) બન્યું છે. આ નેશનલ ગેમ્સમાં દેશભરમાંથી સ્પર્ધકો ઉપસ્થિત રહેશે. આ સ્પર્ધકોનું આપણે ઉમળકાભેર સ્વાગત કરવાનું છે.
બેડમિન્ટન સ્પર્ધામાં મહાનુભવો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા - તેમણે આ તકે બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી ખેલભાવના સાથે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ, ગુજરાત બેડમિન્ટન એસોસીએશનના સચિવ મયુર પરીખ, આણંદ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસીએશનના પ્રમુખ ભાવિન પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ(Anand Municipal President) રૂપલ પટેલ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Achievement of Tasneem Mir: મહેસાણાની તસનીમ મીર વિશ્વ કક્ષાએ રેન્ક મેળવનારી ભારતની પહેલી જૂનિયર ખેલાડી બની
હર્ષ સંઘવી આણંદમાં રમ્યા બેડમિન્ટન - મહત્વનુ છે કે આ પ્રતિયોગિતાના શુભારંભ પ્રસંગે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા બેડમિન્ટન ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે ગ્રાઉન્ડમાં ઉતરીને બેડમિન્ટન રમીને થોડી હળવાશની પણો માણી હતી. જે જોઈને ઉપસ્થિત ખેલાડીઓમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. રાજ્યના યુવાનો રમત-ગમત ક્ષેત્રે અગ્રેસર બને તે માટેના વાતાવરણનું નિર્માણ ગુજરાત સરકારે કર્યું છે, તેવું ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.