આણંદ : રાજસ્થાનની ૨૩ વર્ષીય યુવતીએ ત્રણેક વર્ષ પહેલા પાલીતાણા ખાતે દિલીપ ઉર્ફે દિપક નામના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ ૨૧-૧૨-૧૯ના રોજ ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ દ્વારા પરિણીતાના પતિની બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જેથી પરિણીતા એકલી જ પુત્રી સાથે રહેતી હતી.
આ દરમિયાન પતિના મિત્ર રાજુભાઈ પટેલ કે જેઓ આણંદમાં જમીન લે-વેચનો ધંધો કરતા હતા. તેઓ ઘરે ગાડી લઈને આવ-જા કરતા હતા. તેમની સાથે ડ્રાયવર વિનોદભાઈ રામજીભાઈ કોળી (ઠાકોર) પણ આવતો હતો.ઉત્તરાયણના ૧૦-૧૨ દિવસ પહેલા વિનોદભાઈએ પરિણીતાના ઘરે આવીને પતિને જેલમાંથી છોડાવી આપવાની વાત કરીને તેમની મરજી વિરુદ્ધ જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ ફરીથી આવીને જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. પતિ જેલમાંથી છુટે તે માટે પરિણીતાએ કોઈને આ વાતની જાણ કરી નહોતી.
- પરિણીતાનો પતિ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના કૌભાંડના ગુનામાં જેલમાં ગયો હતો.
- પતિને જેલમાંથી છોડાવવાની લાલચ આપીને, શખ્સે પરિણીતા સાથે અત્યાચાર ગુજાર્યો
- પોલીસે ગુનો દાખલ કરીને વિનોદ કોળીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા
વિનોદભાઈએ વકિલ સાથે વાત થઈ ગઈ છે અને જામીન મુકીને જલ્દીથી તારા પતિને છોડાવી લઈશું તેમ જણાવીને અવાર-નવાર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.પતિ જામીન પરના છુટતાં તેમને વિનોદભાઈને જામીન માટે વકીલ જ રોક્યો નથી તેમ જણાવીને વિરોધ કર્યો હતો. ૨-૪-૨૦ના રોજ તેમના પતિને કોરોના મહામારીને લઈને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.પતિને તેની સાથે બનેલી ઘટનાની વાત જણાવી હતી.જો કે તે સમયે લોકડાઉન ચાલતુ હતું. તેથી ફરિયાદ કરી નહોતી. આજે સોજીત્રા પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને વિનોદ કોળીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.