આણંદ- આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલટો (Weather Change in Anand ) આવતા લોકોને ગરમી વચ્ચે રાહત મળી છે. છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણની અસર આણંદ (Weather Update in Gujarat)જિલ્લામાં પણ જોવા મળી છે. વાદળછાયા માહોલ વચ્ચે આણંદ, જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાં હતાં. જયારે જિલ્લાના ઘણા વિસ્તારોમાં સામાન્ય માવઠું (Weather Forecast in Gujarat)થતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતાં. ઉનાળામાં વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આ વાતાવરણના કારણે બાફ અને અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત પણ બન્યા હતાં.
હવામાન વિભાગની સૂચના - હવામાન વિભાગ (Meteorological Department of Gujarat ) તેમજ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા માવઠું થવાની સંભાવના અને આ સંજોગોમાં ખેતી પાકો સહિતની જાળવણી માટેનો પરિપત્ર જાહેર કરાયો હતો. ગતરોજ બપોર બાદ વાતાવરણના પલટાને (Weather Change in Anand ) કારણે ખેડૂતોના જીવ અધ્ધર થયા હતાં અને ઉનાળુ પાક પર પણ જોખમ ઊભું થયું હતું. હાલના દિવસો ચૈત્રના દનૈયા તપવાના દિવસો છે ત્યારે આ પ્રકારના વાતાવરણને લઇને ખેડૂતોમાં મોટી ચિંતા વ્યાપી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather forecast: અમરેલીમાં વાદળછાયુ વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો
ગરમી ઘટી -આણંદ જિલ્લામાં 24 કલાક દરમ્યાન મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે 39 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમમાં 2.06 ડિગ્રીનો વધારો અને ભેજ પણ 3 ટકાના ઘટાડા સાથે 69 ટકા નોંધાયો હતો. સવારથી વાદળછાયા માહોલ અને ભેજના કારણે દિવસભર ઉકળાટ (Weather Change in Anand ) અનુભવાયો હતો. જો કે પવનની ગતિ ગતરોજની સરખામણીએ 3.4 ટકાના વધારા સાથે પવન ફૂંકાયો હતો.
આ પણ વાંચોઃ Gujarat Weather forecast: આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા, ત્યારબાદ પડી શકે છે આકરી ગરમી
બફારાથી મળી રાહત- પવન ફૂંકાતા બફારાથી પરેશાન લોકોએ રાહત (Weather Change in Anand ) અનુભવી હતી. પરંતુ પવનના કારણે ધૂળની ઉડતી ડમરીથી ખાસ કરીને ટુ વ્હીલરના ચાલકોએ પરેશાની અનુભવી હતી. આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. આજેે વહેલી પરોઢિયે પણ જિલ્લાના અમુક સ્થળો ઉપર છૂટાછવાયાં સ્થળોએ માવઠું થતાં ખેડૂતોના જીવ અધ્ધર થયા છે.