ETV Bharat / state

ચરોતરનું પેરિસમાં ધર્મજ ડે'ની વર્ચ્યુઅલ ઊજવણી થશે

આણંદ જિલ્લાનું ધર્મજ ગામ તેના બિન-નિવાસી ભારતીય અને તેમની વતન લાગણી માટે વિશ્વ વિખ્યાત બન્યું છે. ધર્મજ ગામમાં છેલ્લા 14 વર્ષથી ધર્મજ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે આ ઉજવણી ઓનલાઇન ઉજવાશે.

ધર્મજ ડે'ની વર્ચ્યુઅલ ઊજવણી થશે
ધર્મજ ડે'ની વર્ચ્યુઅલ ઊજવણી થશે
author img

By

Published : Jan 12, 2021, 5:06 PM IST

  • ધર્મજ ડે'ની વર્ચ્યુઅલ ઊજવણી થશે
  • ધર્મજ ગામ બિનરહેવાસી ભારતીયો માટે પ્રચલીત
  • ગામના વિકાસ માટે ગ્રામજનોએ આપ્યો અમૂલ્ય ફાળો
  • ગામ આધુનીક સુવિધાઓથી સજ્જ

આણંદઃ ગુજરાતના પેરિસ તરીકે ઓળખાતા ધર્મજ ગામે અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી છે. જેમાં ગામના ગૌચરમાંથી લાખોની આવક ઉભી કરવી, વિદેશની ભૂમિ પર સ્થાયી થઈ વતનને આર્થિક મજબુત કરવું શહેરોમાં ન હોય તેવી વ્યવસ્થાઓ ગ્રામ્યકક્ષાએ ઉભી કરવી વગેરે ધર્મજની એક આગવી ઓળખ છે. 12 જાન્યુઆરીના રોજ છેલ્લા 14 વર્ષથી ધર્મજ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિદેશની ધરતી પર વસતા ધર્મજ વાસીઓ આ દિવસને વતનની યાદમાં ઉજવે છે. જેમ દેશમાં સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવે છે તે જ રીતે આ ગામ પણ સમાજ માટે ગામમાંથી નોંધનીય યોગદાન આપવા બદલ ધર્મજ રત્નનો એવોર્ડ આપે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વિદેશથી આવતા ધર્મજ વ્યક્તિઓ ગામની મુલાકાતે આવી શક્યા નથી, ત્યારે જે પ્રમાણે છેલ્લા દસ માસથી અત્યારે મહત્તમ કામ ઓનલાઇન થઈ રહ્યા છે,ત્યારે આ વર્ષે 15મો ધર્મજ ડે વર્ચ્યુઅલ માધ્યમથી ધર્મજ ખાતે ઉજવાશે.

ધર્મજ ગામ
ધર્મજ ગામ

ધર્મજ ડેમાં મહત્વપૂર્ણ ધર્મજ રત્ન આપવામાં આવે છે

છેલ્લાં 14 વર્ષથી ધર્મજ ડેમાં મહત્વપૂર્ણ ધર્મજ રત્ન આપવામાં આવે છે. જેમાં 14 વર્ષમાં 30 જેટલા ધર્મજ વાસીઓને આ ગામનું સર્વોચ્ચ સન્માન આપવામા આવ્યું છે, જેમાં દેશના ફાઇન્સ મિનિસ્ટર એચ.એમ પટેલ, અમૃતા પટેલ(પૂર્વ ચેરમેન નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ), ધીરુબેન પટેલ (પ્રસિદ્ધ સાહિત્યકાર), ઇન્દુ કાકા (ઈપકોવાળા), મીના પટેલ(ઇન્ટરનેશનલ પર્ફોર્મર) જેવા નામ આ સન્માનને બહુમૂલ્ય બનાવે છે, આ વર્ષે વર્ચ્યુઅલ ઉજવવામાં આવનારા ધર્મજ ડે માં આ સન્માન કોઈને મળશે નહીં, માટે કહી શકાય કે કોરોનાના કારણે આ વર્ષે કોઈ નાગરિક ધર્મજનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત નહીં કરી શકે.

ધર્મજ ગામ
ધર્મજ ગામ
ધર્મજની બેંકોમાં કરોડોની થાપણ આણંદથી 20 કિલોમીટરના અંતરે આવેલું આ ધર્મજ ગામ તેની આગવી ઓળખ ઉભી કરી આજે વિશ્વમાં નામના બનાવવામાં સફળ નીવડ્યું છે, આ ગામનું શુઆયોજીત માળખું અને બાંધણી એ ગામને અલગ સુવિધા ઉપલબ્ધ કરાવે છે, ગામમાં 13 જેટલી બેંકો આવેલી છે, જેમાં વિદેશની ધરતી પર રહેતા ગામના નાગરિકો એ કરોડો રૂપિયાની થાપણો જમા કરાવી છે, ગામમાં આરોગ્ય માટે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે, જેમાં રાહત દરે આંખ, કાન, હાડકા, હૃદય રોગ બાળરોગ જેવી ઘણી આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ધર્મજ ગામ
ધર્મજ ગામ
ગામમાં શિક્ષણ માટેની તમામ સુવિધાઓ ધર્મજ ગામમાં ક્ષિક્ષણમાટેની તમામ સુવિધાઓ મળી રહે છે. બાળકોને સારુ ભણતર મળી રહે તે માટે ધર્મજમાં કેજી થી લઇ સ્નાતક સુધીનો અભ્યાસ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામના કેળવણી મંડળ દ્વારા ચલાવવામાં આવતા શિક્ષણિક સંકુલો ઇન્ટરનેશનલ શાળાને ટક્કર આપે તેવા બનાવવામાં આવ્યાં છે. ધર્મજ ખાતે બેટી પઢાઓના સૂત્રને પણ સાચા અર્થમાં સાકાર કર્યું છે. ઘણા વર્ષો પહેલા ધર્મજમાં અંગ્રેજી કન્યા શાળા શરૂ કરીને આ વાત સાબિત કરી ચૂક્યું છે. ગામમાં રસ્તા અને ગટરની પણ પૂરતી સુવિધા ઉભી કરવામાં આવી છે.
ધર્મજ ડે'ની વર્ચ્યુઅલ ઊજવણી થશે
ધર્મજ ડે'ની વર્ચ્યુઅલ ઊજવણી થશે
ધર્મજ ગામ 12 મહિને 4 લાખ લોકોને જમાડે છેઆપના દેશમાં ધર્મ અને તેમાં ચાલતા અન્નક્ષેત્ર એ અનેક માનવોને ભોજનની જરૂરિયાતો પૂર્ણ કરે છે. તે પ્રકારના ધર્મજમાં આવેલા જલારામ મંદિરમાં ચાલતા સદાવ્રતમાં 12 માસમાં 4 લાખ કરતા વધુ લોકો પ્રસાદી સ્વરૂપે ભોજન ગ્રહણ કરી સંતુષ્ટ બને છે. એકતફ ગામની વસ્તી 11,000 છે, ત્યારે તેનાથી અનેક ગણા વધુ શ્રદ્ધાળુઓ ધર્મજમાં આવેલા જલારામ મંદિરમાં દર્શન અર્થે આવતા હોય છે. આ સિવાય ગામમાં મહાદેવ મંદિર, અંબાજી મંદિર, જેવા ઘણા મંદિર આવેલા છે. સાથે એક વાયકા પ્રમાણે ધર્મજ ગામની સ્થાપના પાછળ પણ એક ધાર્મિક પ્રશંગનો ઉલ્લેખ છે, આમ આ ગામ સમૃધ્ધિ સાથે આસ્થામાં પણ એટલું જ ધનિક છે.
ધર્મજ ડે'ની વર્ચ્યુઅલ ઊજવણી થશે
ધર્મજ ડે'ની વર્ચ્યુઅલ ઊજવણી થશે
વિશ્વના 10 દેશોમાંથી 3000 લોકો આ દિવસને ટેકનોલોજીની મદદથી ભેગા મળી ઉજવશે સામાન્ય દિવસોમાં આ સમય દરમિયાન 1000 જેટલા ધર્મજના વતની અને વિદેશમાં સ્થાયી થયેલા પ્રવાસીઓ વતનની મુલાકાતે આવતા હતા, પરંતુ વર્તમાન કોરોના મહામરીના કારણે આ સંખ્યા નહિવત સમાન થઈ છે, માટે વર્ષ 2021નો 15 મો ધર્મજ ડે ઓનલાઇન ઉજવી ટેકનોલોજીના માધ્યમ થી ધર્મજ વાસીઓ આ દિવસની ઉજવણી કરશે. મંગળવારે સાંજે 6 કલાકે ગામમાંથી વિવિધ સંસ્થાના આગેવાનો અંદાજિત 12 જેટલા લોકો ઓનલાઇન ધર્મજ-ડે ને ખુલ્લો મુકશે. જેમાં વિશ્વના 10 જેટલા દેશોમાંથી 3000 લોકો આ વિશેષ દિવસને ટેકનોલોજીની મદદથી ભેગા મળી ઉજવશે. આ પ્રસંગે ગામના અગ્રણી રાજેશ પટેલના જણાવ્યાં અનુસાર આ વર્ષે કોરોના મહામારીના કારણે ગા માં સોશિયલ ડિસ્ટનસિંગ અને સરકારી નિયમોનું પાલન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ભીડ ન થાય અને ધર્મજ વાશીઓ પોતાના સ્થાનેથી ધર્મજ-ડેને ઉજવીને વતનને યાદ કરી શકે.
ધર્મજ ગામ
ધર્મજ ગામ

ધર્મજ ગામની કુલ વસતી અંદાજિત 11,000

ધર્મજ ગામની કુલ વસતી અંદાજિત 11,000 છે. ગામમાં કાચા પાક મળી કુલ 4100જેટલા મકાન આવેલા છે. જેમાંથી 2800 મકાન ગામતળમાં આવેલા છે. આમ જો જોઈએ તો આ ગામમાં આવેલા 4100 મકાનમાંથી 3500 પરિવાર તો વિદેશની ધરતી પર સ્થાઈ થયા છે, જેમાં સૌથી વધુ લંડનમાં 1700 પરિવાર રહે છે, તે સિવાય અમેરિકામાં 1000 ઉપરાંત પરિવાર સ્થાઈ થયા છે. 450 કેનેડામાં, 150 પરિવાર ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં તો 200 ઉપરાંત પરિવારો આફ્રિકામાં સ્થાઈ થયા છે. આ સિવાય યુરોપ અને ઘણા એશિયન દેશોમા પણ ધર્મજ ગામના લોકો સ્થાઈ થયા છે, આ ગ્લોબલી પથરાયેલા ધર્મજના લોકો 12 જાન્યુઆરી એ એક બની વતનની યાદ અને આવનારી પેઢીને આ બહુમૂલ્ય ધરોહરથી રૂબરૂ કરાવવા એક થાય છે.

મંદિર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.