ETV Bharat / state

ટ્રક ડ્રાઇવર લૂંટાયાનો વીડિયો થયો વાયરલ, આણંદ પોલીસ તપાસ શરુ કરી - આણંદના તારાપુર વટામણ હાઇવે પર

આણંદ જિલ્લામાંથી પસાર થતો વાસદ બગોદરા હાઇવે સૌરાષ્ટ્ર અને ગુજરાત મહારાષ્ટ્રને જોડતો મુખ્ય ધોરીમાર્ગ છે. જે કાયમ ભારે ટ્રાફિકજામથી ધમધમતો રહે છે. જે લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે.

ટ્રક ડ્રાઇવર લૂંટાયાનો વીડિયો થયો વાયરલ, આણંદ પોલીસ તપાસ શરુ કરી

author img

By

Published : May 30, 2020, 8:02 PM IST

આણંદઃ આજે સવારથી સોશિયલ મીડિયામાં આણંદના તારાપુર વટામણ હાઇવે પર ટ્રક લૂંટાઈ હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાર પાંચ ટ્રક ડ્રાઇવર તેમની આપવીતી કહી રહ્યા હોય તેમ લૂંટની ઘટના અને લૂંટમાં ગુમાવેલા સામાન અંગે જાણકારી આપી રહ્યા છે. સાથે જ લૂંટારુંઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પહોંચેલ ઇજાઓની પણ જાણકારી આપી રહ્યા છે. સવારમાં બનેલી ઘટનાનો વીડિયો વાઇરલ થતા જિલ્લા પોલીસ વડાએ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે લોકડાઉનમાં આવી લૂંટનો સીલસીલો ચલાવનાર ટોળકીને પકડી પાડવા પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવેલા હુકમ બાદ તંત્ર દોડતું થયું છે.

ટ્રક ડ્રાઇવર લૂંટાયાનો વીડિયો થયો વાયરલ, આણંદ પોલીસ તપાસ શરુ કરી
હાલ પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરશે. સાથે જ વીડિયો માં દેખાતા ડ્રાઇવર અને માણસોને શોધી તેમની ફરિયાદના આધારે આગળ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે લોકડાઉનમાં બનેલી આવી ઘટનાઓ બાદ કોરોના મહાનારી વચ્ચે પણ જીવન જરૂરી વસ્તુઓને પહોંચાડવામાં કામ કરતા ટ્રક ડ્રાઇવર સાથે બનેલી આ ઘટના પર ત્વરીત તપાસ કરી ગુનેગારોને ઝડપી પાડવા ડીએસપી અજિત રાજયાણએ સૂચના આપી હોવાની જાણકારી સપાટી પર આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર જે પ્રમાણે ભોગ બનનાર ડ્રાઇવર ઘટના સ્થળ વિશે માહિતી આપી રહ્યા છે. તો આ વિસ્તારમાં આણંદ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની હદ આવતી હોવાથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી અને અંતે ઘટના સ્થળે પહોંચી પોલીસ નિર્ણય કરશે કે, આ આણંદ જિલ્લામાં આવશે કે અમદાવાદ ગ્રામ્યમાં પરંતુ હાલ વાયરલ થયેલા વીડિયો ના કારણે સ્થાનિક મુસાફરો અને આ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.