ETV Bharat / state

આણંદમાં શાકભાજીના ભાવ આસમાને : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જૂન મહિનાના અંત સુધીમાં બજારમાં શાકભાજીની આવક ઘટી - Samarkha Chokdi Vegetable Market

વરસાદની સિઝન શરૂ થતાંની સાથે જ આણંદ જિલ્લા સહિત ખંભાત શહેરમાં શાકભાજી (Vegetables)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજી બમણા ભાવે વેચાતી હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલમાં સિઝનનો 14 ટકા વરસાદ વરસી જતાં આણંદ જિલ્લામાં કોબીજ, ફ્લાવર, ટામેટા, વાલોર પાપડી, મરચાં સહિત કુલ પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેના પગલે બજારમાં શાકભાજી (Vegetables)ની આવક ઘટી ગઇ છે. આથી વેપારીઓને બેંગ્લુરૂ, નાસિક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી શાકભાજી (Vegetables)નો જથ્થો મગાવવાની ફરજ પડી રહી છે.

Anand News
Anand News
author img

By

Published : Jun 26, 2021, 8:06 PM IST

Updated : Jun 26, 2021, 9:01 PM IST

  • આણંદમાં શાકભાજીના ભાવ આસમાને
  • જૂન મહિનાના અંત સુધીમાં બજારમાં શાકભાજીની આવક ઘટી ગઈ
  • વેપારીઓને બેંગ્લુરૂ, નાસિક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી શાકભાજીનો જથ્થો મગાવવાની ફરજ પડી

આણંદ : APMCના સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં વરસાદ (Rain) પડતાંની સાથે ખેતરમાં પાણી ભરાઇ જવાથી શાકભાજી (Vegetables) પાકને ભારે નુકસાન થયું હતું. સામાન્ય દિવસોમાં પ્રત્યેક ખેડૂત 60થી 70 જેટલા શાકભાજીના પ્લાસ્ટીક બેગના પોટલા લઇને સામરખા ચોકડી શાકમાર્કેટ (Vegetable market)માં વેચાણ કરવા માટે આવતાં હતા. જે હાલમાં વરસાદને (Rain) કારણે જૂન મહિનાના અંત સુધીમાં બજારમાં શાકભાજી (Vegetables)ની આવક ઘટી ગઈ છે. જેને પગલે બીજા રાજ્યમાંથી શાકભાજી (Vegetables)ની આયાત કરવી પડે છે. આણંદ શહેરમાં દરરોજ બેંગ્લુરૂથી 300 કેરેટ જેટલા ટામેટા મગાવવામાં આવી રહ્યાં છે.

Anand News
આણંદમાં વરસાદથી શાકભાજીનો પુરવઠો ખોરવાતા ભાવ આસમાને

આ પણ વાંચો : રાજકોટ ગૃહીણી માટે માઠા સમાચાર, શાકભાજીના ભાવમાં થયો બમણો વધારો

ખરીદનાર અને ઉત્પાદન કરનાર બન્નેને નુકસાન થઈ રહ્યું છે

રિટેલ માર્કેટમાં શાકભાજી (Vegetables)ના ભાવ ડબલ થઇ જતાં ગૃહિણીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. દુઃખની વાત એ છે કે, શાકભાજી (Vegetables)માં થયેલા વધારાનો ફાયદો ખેડૂતોને નહીં, પરંતુ વેપારીઓને થયો છે. આમ ખરીદનાર અને ઉત્પાદન કરનાર બન્નેને નુકસાન થઈ રહ્યું છે.

શાકભાજીના ભાવ

શાકભાજીજૂના ભાવ હાલના ભાવ
રીંગણ 8થી 10 40થી 50
કારેલા 20 60થી 70
મરચાં 13 25થી 30
તુવેર 60થી 70 140થી150
ભીંડા 15 20થી 25
ટામેટા10 18થી 20
ધાણા 20 40થી 50
મેથી 35 80થી100
સિમલા મરચા 30 50થી 60
કાકડી 20 40થી 50
ફણસી 50 80થી 100
કોબીજ15 30થી 40
વટાણા 50 100
વાલોર45 80થી 100
તુંરિયા 38 60થી 80
ઘીલોડા40 60
ગુવાર30 60થી 80

આ પણ વાંચો : સુરતમાં કાપડ માર્કેટ ખોલવાની મંજૂરી મેળવવાં માટે ટેક્સટાઈલ એસોસિએશને કલેક્ટરને પત્ર લખ્યો

ડિઝલના ભાવની અસર શાકભાજી પર પડી

આણંદ શહેર સહિત ખંભાતમાં વરસાદ (Rain)ની સાથે કોરોના કહેરને પગલે શાકભાજી (Vegetables)નું વેચાણ કરતાં વેપારીઓને નુકસાનીઓનો ભોગ બનવું પડ્યું છે. હાલમાં મોંઘવારી વધી રહી છે. ડિઝલના ભાવ વધી જતાં ટ્રાન્સપોર્ટેશન મોઘું હોવા છતાં આણંદના વેપારીઓ બજારમાં ટામેટા પુરો પાડવા માટે 300 કેરેટ બેંગ્લોર અને મહારાષ્ટ્રથી ટ્રક મારફતે મગાવવામાં આવ્યા હતા. વેપારીઓને રૂપિયા 40 કિલો લેખે રીટેલ ભાવે વેચાણ કરવાની ફરજ પડી હતી.

Last Updated : Jun 26, 2021, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.