ETV Bharat / state

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આણંદની મુલાકાતે, 41માં પદવીદાન સમારંભમાં આપશે હાજરી

author img

By

Published : Jun 11, 2022, 10:58 PM IST

આણંદમાં આવતીકાલે ગૃહ પ્રધાન અમિત શાહ પધારી(Union Home Minister Anand Visit) રહ્યા છે. તેઓ 12મી જૂને સવારે કૃષિ યુનિવર્સીટીના હેલિપેડ ગ્રાઉન્ડમાં(Helipad Ground of Agricultural University) હેકલીકોપ્ટરથી લેન્ડ થશે. એ બાદ તેઓ ઈરમા યુનિવર્સીટીની મુલાકાતે છે.

આવતીકાલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટના પદવીદાન સમારોહમાં હાજર રહેશે ગૃહ પ્રધાન

આણંદ: ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ(Institute of Rural Management) સંસ્થાના 41માં પદવીદાન સમારંભમાં દેશના ગૃહ પ્રધાન અને પ્રથમ સહકારિતા પ્રધાન અમિત શાહ હાજરી આપશે. રવિવારે 12 જૂનના રોજ આણંદમાં સંસ્થાના કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહના હાથે સંસ્થાના અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત(Degrees awarded to students) કરવામાં આવશે.

આ વર્ષે IRMAની 42મી બેચ ઉત્તીર્ણ થઈ છે. જે વિદ્યાર્થીઓને દેશમાં સહકારિતા ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આવતીકાલે અમિત શાહ આણંદના મેહમાન -કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહ આણંદના મેહમાન બનવાના છે. અમિત શાહ 12મીઓ જૂને રવિવારના રોજ અમિત શાહનું હેલિકોપ્ટર દ્વારા કૃષિ યુનિવર્સીટીના હેલિપેડ ગ્રાઉન્ડમાં સવારે સ્વાગત કરાશે. એ બાદ તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટના પદવીદાન સમારોહમાં(Graduation Ceremony of IRMA) હાજર રહેશે. આ સાથે સાથે 10.45થી બપોરે દોઢ વાગ્યા સુધી અમિત શાહ ઈરમા યુનિવર્સીટીમાં રોકાશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Eight years of Modi rule : જાણો ક્યાં બનશે દરિયા પર કેબલ કાર, કોંગ્રેસને સાણસામાં લઇ શાહે મોદી શાસનને કેવું વધાવ્યું જૂઓ

આ વર્ષે IRMAની 42મી બેચ ઉત્તીર્ણ - સમગ્ર મામલે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો.ઉમાકાંત દાસ દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવેલા માહિતીમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રગતિ અપાવે એવી કાર્યક્ષમ વિદ્યાર્થીઓને તાલીમ આપતી આ સંસ્થાની સ્થાપના દીર્ઘદ્રષ્ટા ડો. વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી. જે પણ તેમના સિદ્ધાંતો પ્રમાણે ચાલી રહી છે. આ વર્ષે IRMAની 42મી બેચ ઉત્તીર્ણ થઈ છે. જે વિદ્યાર્થીઓને દેશમાં સહકારિતા ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો: કેન્દ્રિય ગૃહપ્રધાને દિવમાં કરી મહત્વની બેઠક, મહારાષ્ટ્રના CM ગેરહાજર

તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે અંદાજે 250 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્ષમાંથી સફળતા પૂર્વક અભ્યાસ કરીને ઉત્તીર્ણ થયા છે. જે વિદ્યાર્થીઓને રવિવારે 12 જૂનના રોજ સંસ્થાના કેમ્પસમાં સવારે 11થી 1:30 વાગયા સુધીમાં યોજાનાર પદવીદાન સમારંભમાં પદવી એનાયત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.