આણંદઃ જિલ્લામા કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામા વધુ 3 કેસ સામે આવ્યા છે. જેમા ઉમરેઠ, તારાપુર અને આણંદમાથી એક-એક કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં નોંધાયેલા કેસમાં 4 દર્દી અમદાવાદની ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે, જ્યારે અન્ય બે દર્દીર્ઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર અર્થે શ્રી ક્રિષ્ના હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જ્યારે બીજી તરફ લાલપુરા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારી અર્જુનસિંહ ચૌહાણને ગત તારીખ 5 જૂનથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તેઓના મકાન તેમજ આસપાસના વિસ્તારને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે તારાપુરમા પ્રથમ કેસ નોધાતા તંત્ર હાલ ઘોર નિંદ્રામા હોય તેવું દેખાઇ રહ્યું છે. તારાપુરના બજાર વિસ્તારમાથી કોરોના પોઝિટિવ કેસ મળી આવવા છતા અહીના સ્થનિકોમા સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો છે. તેમજ મોં પર માસ્ક બાધ્યાં વગર લોકો ખુલ્લેઆમ બજારમા ફરતા નજરે પડી રહ્યા છે. તંત્ર દ્વારા જો કોઇ યોગ્ય પગલા નહિ લેવામા આવે તો આવનાર સમયમા કોરોનાની સ્થીતી વધશે તેમ દેખાઇ રહ્યું છે.