ETV Bharat / state

આ વર્ષે આઈસ્ક્રીમના વેચાણમાં નોંધાશે જંગી વધારો :ડૉ.સોઢી - aanand news

અમૂલ ડેરીના આઈસ્ક્રીમ અને ડેરી પ્રોડક્ટના વેચાણમાં છેલ્લા બે મહિનામાં વધારો નોંધાયો છે. ગત વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉનના કારણે થયેલા વેચાણની સરખામણીમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં 40 ટકા વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે અને માર્ચ મહિનામાં ગત વર્ષ કરતા ત્રણ ગણું વેચાણ વધ્યું છે. વર્ષ 2020-21માં જે પ્રમાણે 25 ટકાની લોસ વેચાણમાં જોવા મળી છે તે આગામી સમયમાં 50થી 60 ટકાના વેચાણમાં વૃદ્ધિ સાથે આગામી વર્ષમાં 20 ટકાના વધારા સાથે અમૂલ બજારમાં નવા વેચાણના વિક્રમ સર્જશે.

આ વર્ષે આઈસ્ક્રીમના વેચાણમાં નોંધાશે જંગી વધારો :ડો.સોઢી.

author img

By

Published : Apr 1, 2021, 3:54 PM IST

Updated : Apr 1, 2021, 6:51 PM IST

  • અમૂલ બ્રાન્ડમાં 25 ટકા લોસઃ આર એસ સોઢી
  • આગામી સમયમાં વેચાણમાં 50થી 60 ટકાનો થશે વધારો: સોઢી
  • છેલ્લા માર્ચ માસમાં આઈસ્ક્રીમનું ત્રણ ગણું વેચાણ વધ્યું

આ પણ વાંચોઃ લોકડાઉનમાં આઈસ્ક્રીમ વેચાણમાં ઘટાડો નોંધાયો: આર.એસ. સોઢી

આણંદઃ અમૂલ ડેરીના બ્રાન્ડ નેમ અન્ડર વેચાણ થતાં આઈસ્ક્રીમ અને ડેરી પ્રોડક્ટના વેચાણમાં અંતિમ બે મહિનામાં વધારો નોંધાયો છે. વાતાવરણમાં ગરમીના પ્રમાણમાં નોંધાયેલા વધારાની સીધી અસર આઈસ્ક્રીમ અને દૂધના પીણાંના વેચાણ પર જોવા મળી છે.

અમૂલ બ્રાન્ડમાં 25 ટકા લોસ આર એસ સોઢી
અમૂલ બ્રાન્ડમાં 25 ટકા લોસ આર એસ સોઢી

ગત વર્ષે કોરોના મહામારીની અસર વેચાણ પર થઈ હતી

આ અંગે ETV BHARATને માહિતી આપતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મહામારીના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદની પરિસ્થિતિની અસર આઈસ્ક્રીમ અને દૂધની બનાવટોના વેચાણ પર થઈ હતી. ગત વર્ષે માર્ચ માહિનામાં લોકડાઉનના કારણે થયેલા વેચાણની સરખામણીમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં 40 ટકા વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે અને માર્ચ મહિનામાં ગત વર્ષ કરતા ત્રણ ગણું વેચાણ વધ્યું છે. આ વર્ષે ગરમી પણ વહેલી શરૂ થઈ હોવાથી આઈસ્ક્રીમના વેચાણ પર તેની અસર જોવા મળી હોવાની જાણકારી ડો. સોઢીએ આપી હતી.

આગામી સમયમાં વેચાણમાં 50થી 60 ટકાનો થશે વધારો: સોઢી

આ પણ વાંચોઃ અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ, જાણો શું છે ખાસિયત

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નોંધાયેલા વેચાણમાં વધારો નોંધાયો

ડો. સોઢીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નોંધાયેલા વેચાણમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે લોકડાઉનના કારણે વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો હતો જે આ વર્ષે ઘટીને 25 ટકા થયો છે. જે વેચાણમાં થયેલી વૃદ્ધિનું પરિમાણ છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં જે પ્રમાણે 25 ટકાની વેચાણમાં લોસ જોવા મળી છે તે આગામી સમયમાં 50થી 60 ટકાના વેચાણમાં વૃદ્ધિ સાથે આગામી વર્ષમાં 20 ટકાના વધારા સાથે અમૂલ બજારમાં નવા વેચાણના વિક્રમ સર્જશે. અમૂલના આઈસ્ક્રીમ અને અન્ય પેદાશોમાં છેલ્લા લાંબા સમયથી ભાવ વધારો આવ્યો નથી અને આગામી સમયમાં ભાવમાં કોઈ ખાસ વધારો નહીં આવે તેવા સંકેત ડો.સોઢીએ આપ્યા હતા. તેમણએ ઉમેર્યું હતું કે, હજુ પણ કોરોના પ્રકોપના કારણે ઘણા શહેરોમાં લોકડાઉન અમલી છે અને રાત્રી કરફ્યૂની પરિસ્થિતિની અસર પણ આઈસ્ક્રીમના વેચાણ પર જોવા મળી રહી છે.

ગુજરાત કો-ઓપરેટિંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું વાર્ષિક ટર્નઓવર 52,000 કરોડ રૂપિયાને આંબી ગયું

ઉલ્લેખનીય છેકે અમૂલ બ્રાન્ડ નેમ અંતર્ગત આવતી તામામ ઉત્પાદનનું વેચાણ અને માર્કેટિંગ માટે ગુજરાત કો-ઓપરેટિંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું વાર્ષિક ટર્નઓવર 52,000 કરોડ રૂપિયાને આંબી ગયું છે. અમૂલનું ટર્નઓવર વર્ષ 2019-2020માં 38,542 કરોડ થયું હતું, જે વર્ષ 2018-2019માં 33,150 કરોડ હતું. જ્યારે GCMMFનું વર્ષ 2009-10માં 8,005 કરોડ રૂપિયાનું ટર્નઓવર વધીને 52,000 કરોડને આંબી જવા આવ્યું છે ત્યારે કોરોના મહામારીએ અમૂલની પ્રોડક્ટના વેચાણ પર અસર કરી છે. મળતી માહિતી અનુસાર આગામી વર્ષોમાં અમૂલ બ્રાન્ડ નેમ અન્ડર વેચાતા ઉત્પાદનોનું વાર્ષિક ટર્નઓવર 1 લાખ કરોડ રૂપિયાને આંબી જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

અમૂલ બ્રાન્ડમાં 25 ટકા લોસ આર એસ સોઢી

હજુ પણ લોકડાઉનના કારણે વેપારીઓને મુશ્કેલી વેઠવી પડે છે

ડો આર. એસ. સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ પણ ઘણા શહેરોમાં લોકડાઉનના કારણે વેચાણકર્તાઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. રાજકોટના કોઈ વિક્રેતાની વાત કરતા સોઢીએ જણાવ્યું હતું કે આઈસ્ક્રીમના વેચાણ કર્તાને ઘણા કિસ્સામાં લાઇટ બિલના પણ નાણા નથી નીકળી રહ્યા. તેની ચિંતા કરતા ડો. સોઢીએ જણાવ્યું હતું કે તેમના તરફથી લાગુ પડતા વિભાગોને આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી રહી છે. જેથી વેપારીઓને વ્યવસાય કરવામાં સરળતા રહે અને ઉપભોગતાંને પણ તેમનો મનપસંદ આઈસ્ક્રીમ મળી શકે. આમ આગામી દિવસોમાં અમૂલ આઈસ્ક્રીમના વેચાણમાં હજુપણ ઐતિહાસિક વૃદ્ધિ દેખાશે તેવા સંકેત ગુજરાત કો-ઓપરેટિંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના વડા ડો. આર. એસ. સોઢીએ આપ્યા હતા.

Last Updated : Apr 1, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.