ETV Bharat / state

ચાની ચૂસકી મોંઘી થઈ, અમૂલે દૂધની વેચાણ કિંમતમાં કર્યો ભાવ વધારો...

આણંદઃ શહેરની અમૂલ ડેરી દ્વારા દૂધની વેચાણ કિંમતમાં વધારો કરાયો છે. જેનો અમલ આજથી એટલે કે 15 ડિસેમ્બરથી થવા જઈ રહ્યો છે. ભાવ વઘારાનું મુખ્ય કારણ પશુદાણ થતાં ભાવ વધારો ગણવામાં આવી રહ્યો છે. ત્યારે ગ્રાહકોમાં ભાવ વધારાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

અમૂલે દૂધની વેચાણ કિંમતમાં કર્યો ભાવ વધારો
અમૂલે દૂધની વેચાણ કિંમતમાં કર્યો ભાવ વધારો
author img

By

Published : Dec 15, 2019, 8:54 AM IST

Updated : Dec 15, 2019, 1:29 PM IST

અમૂલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં બીજી વખત દૂધના ભાવમાં વધારો કરાયો છે. દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવા પાછળનું કારણ આપતા અમૂલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, પશુ દાણના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે. જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધે છે .પરીણામે દૂધના ભાવમાં વઘારો કરવાનો નિર્ણય લેવાયો છે. આમ, પશુદાણ અને ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને રાખતા દૂધ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવાતાં દૂધના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 100થી 110 રૂપિયા પ્રતિકિલો ફેટે ભાવ વધારો કરાયો છે.

અમૂલે દૂધની વેચાણ કિંમતમાં કર્યો ભાવ વધારો

અમૂલ દ્વારા કરવામાં આવેલ દૂધ ની વેચાણ કિંમત ભાવમાં અમૂલ ગોલ્ડ 500 ગ્રામનો ભાવ 27 રૂપિયા હતો. જે હવે વધારીને 28 રૂપિયા, અમૂલ તાઝા 500 ગ્રામનો જૂનો ભાવ 21 રૂપિયા હતો. જેમાં વઘારો કરીને 22 રૂપિયા કરાયો છે. અમૂલ સ્પેશિયલ એક લીટર દૂધના પાઉચનો ભાવ 50 રૂપિયા હતો જેને ભાવ 51 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ amul cow milk 500 ગ્રામ દૂધના પાઉચનો ભાવ વધારીને 23 રૂપિયા કરવામાં આવ્યો છે. આ તમામ ભાવ વધારાનો ગુજરાત, દિલ્હી , પશ્ચિમ બંગાળ, મુંબઇ અને મહારાષ્ટ્રમાં 15 ડિસેમ્બર 2019થી એટલે કે આજથી અમલમાં કરાશે.

ઉલ્લેખનીય છે કે, અમૂલ દ્વારા જ્યારે પણ પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવે ત્યારે મીડિયાને ચોક્કસથી જણાવવામાં આવે છે. કારણ કે, પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપતી વખતે વધારો આર્થિક બોજો સંસ્થાને ઉઠાવવો પડે છે. આ પહેલાં જ્યારે પશુપાલકોને પોષણક્ષણ ભાવ અપાયા હતાં ત્યારે સંસ્થાને વાર્ષિક 20થી 30 કરોડ રૂપિયાનો બોજો ઉઠાવવો પડ્યો હતો.

આમ, અમૂલ દ્વારા કરાયેલા ભાવ વધારાથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગ્રાહકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

Intro:લોકેશન :- આણંદ
થમનીલ ઇમેજ:- 3
વિઝ્યુલ/ptc/બાઈટ ફાઇલ:- 1

અમુલ દૂધ ખરીદતા લોકો માટે એક માઠા સમાચાર છે આવતીકાલથી અમુલ દુધ ને જુદી જુદી પ્રોડક્ટ્સમાં પ્રતિ લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Body:અમુલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં આજે બીજી વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવા પાછળનું કારણ આપતા અમુલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે પશુ દાણના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં ૩૫ ટકાનો વધારો થયો છે જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધે છે આમ પશુદાણ અને ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને રાખતા દૂધ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 100 થી ૧૧૦ રૂપિયા પ્રતિકિલો ફેટે ભાવ વધારો કરાયો છે. સૌથી મહત્વની વાત એ છે કે અમૂલ દ્વારા પશુપાલકોને જ્યારે દૂધના ભાવમાં વધારો આપવામાં આવે છે ત્યારે સતત મીડિયાને જાણ કરતા હોય છે કે પશુપાલકોને પોષણક્ષમ ભાવ અમુલ આપે છે અને જેનો વાર્ષિક ૨૦ કરોડ થી ૩૦ કરોડનો વધારાનો બોજો સંસ્થા ઉપર પડે છે. બીજી તરફ ગ્રાહકો પાસેથી દૂધના ભાવમાં વધારો લેવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે જો ગ્રાહકો પાસેથી ભાવ વધારો લેવાતો હોય તો amul પણ કઈ રીતે જુદો બોજો પડે,જો કે આવતીકાલ થી અમલમાં આવનાર દૂધ ના નવા ભાવના કારણે ગ્રાહકો માં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Conclusion:અમૂલ દ્વારા કરવામાં આવેલ દૂધ ની વેચાણ કિંમત ભાવ વધારા પર નજર કરવામાં આવે તો અમુલ ગોલ્ડ 500 ગ્રામ નો જુનો ભાવ ૨૭ રૂપિયા હતો જ્યારે નવો ભાવ 28 રૂપિયા કરવામાં આવ્યો છે અમુલ તાજા 500 ગ્રામ નો જુનો ભાવ 21 રૂપિયા હતો જ્યારે નવો ભાવ 22 રૂપિયા કરવામાં આવે છે અમુલ સ્પેશિયલ એક લીટર દૂધના પાઉચ જુનો ભાવ 50 રૂપિયા હતો જે નો નવો ભાવ 51 રૂપિયા કરવામાં આવ્યો છે amul cow milk 500 ગ્રામ દૂધ ના પાઉચ નો જુનો ભાવ 22 રૂપિયા હતો જેના ભાવ 23 રૂપિયા કરવામાં આવ્યો છે.

અમૂલ દ્વારા કરવામાં આવેલ ભાવ વધારો ગુજરાત, દિલ્હી , પશ્ચિમ બંગાળ, મુંબઇ અને મહારાષ્ટ્રમાં 15 ડિસેમ્બર ૨૦૧૯ થી અમલી કરવામાં આવશે.

Last Updated : Dec 15, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.