ETV Bharat / state

આણંદમાં ‘સંગીત સમ્રાટ’ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઇ, 8 દેશમાંથી 477થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ - સંગીતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા

કલાને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ સ્ટેજ ન મળે તો એ કલા લોકો સુધી પહોંચી શકતી નથી અને તેના કારણે ટેલેન્ટેડ કલાકારો સમાજને મળતા નથી. સંગીતમાં સારું કરી રહેલા લોકો પોતાનું ટેલેન્ટ દર્શાવી શકે તે માટે મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા સંગીત સમ્રાટ સીઝન-1નું આયોજન કરવામાં આવ્યું. આણંદમાં મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા સંગીત સમ્રાટ સીઝન-1માં 8 દેશમાંથી ભાગ લેનાર 477 પૈકી 14 સ્પર્ધકોએ ફાઇનલ રાઉન્ડમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યુ હતું અને તેમાં 60 ગીતોના 8 આલ્બમ રિલીઝ કરાયા હતા.

8 દેશમાંથી 477થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ
8 દેશમાંથી 477થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ
author img

By

Published : Sep 27, 2021, 3:58 PM IST

  • સંગીત સમ્રાટ સીઝન-1નું આયોજન કરવામાં આવ્યું
  • 8 દેશમાંથી 477 સ્પર્ધકોએ ભાગ લીધો
  • 14 સ્પર્ધકોએ ફાઈનલ રાઉન્ડમાં કલા બતાવી
  • શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત 2 ભાગમાં સ્પર્ધા યોજાઈ

આણંદ: સંગીતમાં કલાકારોને પ્લેટફોર્મ પુરું પાડવાના ઉદ્દેશથી મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા સંગીત સમ્રાટ સીઝન-1નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 દેશમાંથી 477થી વધુ સંગીતપ્રેમીઓએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ રાઉન્ડમાં 14 ગાયક અને ગાયિકાઓએ પોતે સ્વરાંકન કરેલા ગીત રજૂ કર્યા હતા. તેમજ મયંક રાવલ રચિત 160 ગીત પૈકી 60 ગીત સ્પર્ધકોએ પોતે સ્વરાંકન કરીને રજૂ કર્યા હતા, જેનું રેકોર્ડિગ કરીને તૈયાર કરાયેલા 8 આલ્બમ રિલીઝ કરવામાં આવ્યા હતા. સંગીત સમ્રાટ સીઝન-1 શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત એમ 2 ભાગમાં યોજવામાં આવી હતી.

11 વર્ષથી લઈને 67 વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો

11 વર્ષથી લઇને 67 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો

મયંક રાવલ ફાઉન્ડેશન નારી સંચાલિત ફાઉન્ડેશન છે, જેના ચેરપર્સન આર્ટીસ્ટ હેમલત્તાબેન રાવલ, સેક્રેટરી સેજલ રાવલ અને વિશ્વ રાવલ છે. ફાઉન્ડેશન દ્વારા સંગીતના ક્ષેત્રમાં કલાકારોને પોતાની કલા રજૂ કરવાની તક અને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી સંગીત સમ્રાટ સીઝન-1નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દેશમાંથી 477એન્ટ્રી આવી હતી. જેમાં 11 વર્ષથી લઇને અમેરિકાથી 67 વર્ષીય રીટાબહેને ભાગ લીધો હતો.

ફાઈનલમાં શાસ્ત્રીય સંગીતમાં 6 અને સુગમ સંગીતમાં 8 સ્પર્ધકો

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અલગ-અલગ લેવલ પર સ્પર્ધકોને અલગ-અલગ ટાસ્ક આપવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ પણ ઉત્સાહભેર ટાસ્ક પુરા કરતાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરર્ફોમન્સના આધારે ફાઇનલ રાઉન્ડમાં શાસ્ત્રીય સંગીતમાં 6 અને સુગમ સંગીતમાં 8 સ્પર્ધકો મળીને કુલ 14 સ્પર્ધકો પહોંચ્યા હતા. આણંદ સ્થિત ડી. એન. હાઇસ્કૂલ કેમ્પસમાં આવેલા પ્રાર્થના મંદિર હોલમાં ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.

ફાઇનલ રાઉન્ડમાં સ્પર્ધકોને કુલ 37 એવોર્ડ એનાયત કરાયા

ફાઇનલ રાઉન્ડમાં જ્યુરી તરીકે માયા દિપક, નરેન્દ્ર પંચોલી અને રવિન નાયકે સેવા આપી હતી.

મયંક રાવલ રચિત ગીતોને સ્પર્ધકોએ જાતે સ્વરાંકન કરીને રજૂ કર્યા હતા. ફાઇનલ રાઉન્ડમાં જ્યુરી તરીકે માયા દિપક, નરેન્દ્ર પંચોલી અને રવિન નાયકે સેવા આપી હતી. આ પ્રસંગે હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનના ચેરપર્સન રીટાબેન ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ રાઉન્ડના અંતે જુદી જુદી કેટેગરીમાં 37 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

શૈલ માંકડ અને આર્જવ રાવલને સંગીત સમ્રાટનો ખિતાબ

સંગીત સમ્રાટનો ખિતાબ શાસ્ત્રીય સંગીતમાં અમદાવાદના શૈલ માંકડ તથા સુગમ સંગીતમાં સુરતના આર્જવ રાવલ અને વડોદરાના નિતી દવેએ મેળવ્યો હતો. બેસ્ટ કમ્પોઝર તરીકે નીતિ દવે, ઋત્વિક પ્રજાપતિ, જસ્ટિન પરમાર, ઉપેન્દ્ર મહેતા, ત્વિશા ભટ્ટ, આર્જવ રાવલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેઓના કંઠે પોતે સ્વરાંકન કરીને ગાયેલા ગીતોનું આલ્બમ રિલીઝ કરવામાં આવ્યું હતું. બેસ્ટ સિન્સિયરનો એવોર્ડ નીતિ દવે, ત્વિશા ભટ્ટ અને યુએસએના રીટાબેન, સ્પેશિયલ રેકગ્નાઇઝ દ્વારકાના કંદર્પ શુક્લા અને નીતિ દવે, શ્રેષ્ઠ ગુરુનો સચિન લિમયે, હર્ષવર્ધન નાયક, મેલોડી વોઇસ માટે અંકિત ચૌહાણને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફાઉન્ડેશન શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે જરૂરી સહાય પુરી પાડે છે

જુદી જુદી કેટેગરીમાં 37 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

આ ઉપરાંત વિદ્યાનગરની રમા મનુભાઇ દેસાઇ સ્કૂલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ, આણંદની સંગીત વિદ્યાલય અને સ્વવિહાર ક્લાસિસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન બહુમુખી પ્રતિભા ધરાવતાં આર્કિટેક્ટ મયંક રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. મયંક રાવલ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્શ્ય ઉભરતાં કલાકારોને પ્રોત્સાહન આપવું, કલા પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડવાનું તેમજ શિક્ષણ અને આરોગ્ય માટે જરૂરી સહાય કરીને સમાજને મદદરૂપ થવાનું છે.

આ પણ વાંચો: ઉમરેઠના નાયબ મામલતદાર જયપ્રકાશ લાખોની લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો: આણંદઃ 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મનો વિચિત્ર કિસ્સો આવ્યો સામે, ડોક્ટર, વકીલ અને ફોટોગ્રાફર આરોપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.