ETV Bharat / state

આણંદઃ પુત્રીને મહિસાગર નદીમાં ફેંકી હત્યા કરનારી માતાને આજીવન કેદ - મહિસાગર નદી

બે વર્ષ પહેલાં પતિ સાથે દિવાળીના તહેવારોને લઈને કપડાં નહીં લાવવા બાબતે થયેલી તકરારમાં સગી પુત્રીને લાલપુરા-સાવલી રોડ ઉપર આવેલી મહિસાગર નદીના પુલ પરથી નદીમાં ફેંકી દઈને હત્યા કરનારી નિષ્ઠુર માતાને આણંદની સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

પુત્રીને મહિસાગર નદીમાં ફેંકી હત્યા કરનારી માતાને આજીવન કેદ

author img

By

Published : Dec 29, 2020, 8:46 PM IST

Updated : Dec 29, 2020, 9:28 PM IST

  • બાળકીને નદીના પુલમાં ફેકી હત્યાં કરનારી માતાને કોર્ટે ફટકારી સજા
  • મહિસાગર નદીના પુલ પરથી નદીમાં ફેંકી દઈને કરી હતી સગી માં એ પુત્રીની હત્યા
  • આણંદની સેસન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો

આણંદઃ બે વર્ષ પહેલાં પતિ સાથે દિવાળીના તહેવારોને લઈને કપડાં નહીં લાવવા બાબતે થયેલી તકરારમાં સગી પુત્રીને લાલપુરા-સાવલી રોડ ઉપર આવેલી મહિસાગર નદીના પુલ પરથી નદીમાં ફેંકી દઈને હત્યા કરનારી નિષ્ઠુર માતાને આણંદની સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

શુ છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર અહિમા ગામે રહેતી રમિલાબેનના લગ્ન આ બનાવને સાત વર્ષ પહેલા આંકલાવડી ગામે રહેતા પ્રવિણભાઈ ઉર્ફે બોડો પરસોત્તમભાઈ રોહિત સાથે કરવામાં આવ્યાં હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી દશરથ ગામે વિઘા પેટ્રોલ કેમિકલ કંપનીની સાઈડ રૂમમાં રહેતા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. ત્યારે દિવાળીના તહેવારોમાં પોતાના પુત્ર મયુર અને પુત્રી સુહાનીને કપડાં નહીં લાવવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો. જેથી તેણી ગત ૧૩-૧૧-૨૦૧૮ના રોજ પોતાના બન્ને સંતાનોને લઈને પિયર અહિમા ખાતે પિતાની ખબર જોવા જવાનું બહાનુ કાઢીને નીકળી ગઈ હતી અને લાલપુરા-સાવલી રોડ ઉપર આવેલી મહિસાગર નદીના બ્રીજના ત્રીજા પીલ્લર ઉપરથી પોતાની છ માસની પુત્રી સુહાનીને નદીમાં ફેંકીને ત્યાંથી પિયર જતી રહી હતી. જ્યાં તેના ભાઈ રમણભાઈ ઉર્ફે ભદાએ ભાણી સુહાની ક્યાં છે તેમ પૂછતાં જ રમિલાબેને જણાવ્યું હતુ કે, તેણીને ટાઈફોઈડ થઈ ગયો હોવાથી સાતેક દિવસ પહેલા જ મરણ ગઈ છે અમોએ અંતિમવિધિ પણ કરી દીધી છે. સુહાની છ માસની હોવાથી સગાસંબંધીઓને જાણ નહોતી કરી તેમ જણાવ્યું હતુ.

રમીલાબેન એક રાત રોકાઈને બીજા દિવસે તેણીની સાસરીમાં જતી રહી હતી. દરમિયાન ૨૧મી તારીખના રોજ રમણભાઈ ઉર્ફે ભદો અહિમા ગામે ગયો હતો, જ્યાં દૂધની ડેરીએ તેણીની ભાણીના પોસ્ટરો જોયા હતા. તેની નીચે ઉક્ત ફોટાવાળી બાળકી લાલપુરા-સાવલી રોડ ઉપર આવેલા મહિસાગર નદીના પુલ નીચેથી મરણ ગયેલી હાલતમા મળી આવી હોવાનું અને તેના માતા-પીતાને પોલીસ શોધી રહી હોવાનું લખ્યું હતું. જેથી રમણભાઈ અચંબામાં પડી ગયા હતા, કારણ-કે બહેન રમિલાએ સુહાનીને ટાઈફોઈડ થઈ જતાં મોત થયું હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેનો મૃતદેહ મહિસાગર નદીમાંથી મળી આવ્યો હોવાના પોસ્ટરો જોયા હોવાથી રમણભાઈએ તુરંત જ બહેન-બનેવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. જેથી ખંભોળજ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને રમિલાબેનની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેણીએ જ પોતાની પુત્રીને મહિસાગર નદીના પુલ પરથી નદીમાં ફેંકીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

અદાલતે આજીવન કેદની ફટકારી સજા

આ કેસ આણંદના ચોથા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકીલને દલિલો કરતાં જણાવ્યું હતુ કે, નજીવી બાબતે પોતાની સગી પુત્રીને નદીમાં ફેંકીને હત્યા કર્યા બાદ સમગ્ર વાતને દબાવવાનો આરોપીએ પ્રયાસ કર્યો છે. ફરિયાદી, સાહેદો તેમજ રજૂ કરેલા પુરાવાઓ દ્વારા આરોપી વિરૂધ્ધ ફરિયાદ પક્ષ નિ:શંકપણે કેસ પુરવાર કરે છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા અપીલ કરી હતી. ન્યાયાધિશે સરકારી વકીલની દલિલો તેમજ રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમા રાખીને આરોપીને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. મહિસાગર નદીમાં પોતાની છ માસની પુત્રીને પુલ પરથી ફેંકી દઈને હત્યા કરનારી નિષ્ઠુર માતાને આણંદની સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ન્યાયાધિશે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, માનવ હોય કે પ્રાણી હોય, માતા પોતાના સંતાનો માટે હંમેશા હૃદયથી પ્રેમ ધરાવે છે અને કુણુ વર્તન દાખવે છે. કોઈપણ માતા પોતાના છ માસની બાળકીને કોઈપણ જાતના વાંક વગર આ રીતે પુલ ઉપરથી નીચે નાંખી હત્યાં કરે તે શક્ય નથી. પરંતુ હાલના આરોપી રમિલાબેન દ્વારા આવું કૃત્ય કરેલાનું પુરવાર થયું છે. તેનાથી તેણી કેટલી નિર્દયી છે તે પુરવાર થાય છે અને માતા શબ્દ તથા તેની સાથે જોડાયેલ એક માતાનો પોતાના સંતાન પ્રત્યેના પ્રેમને કલંકિત કર્યો છે.

મહિસાગર નદીના પુલ નીચેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યોં

14મી તારીખના રોજ લાલપુરા મહિસાગર નદીના પુલ નીચેથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જેને લઈને પોલીસે તેણીના ફોટા સાથેના પોસ્ટરો છપાવ્યાં હતા અને અહીમા સહિત આસપાસના વિસ્તારોમાં જાહેર સ્થળોએ પોસ્ટર ચોંટાડ્યા હતા. આરોપી રમિલાબેનનો ભાઈ રમણભાઈ ૨૧મી તારીખના રોજ અહિમા ગામે આવતાં પોતાની ભાણીના પોસ્ટરો જોયાં હતા અને રમિલાબેન દ્વારા જ તેણીને મહીસાગર નદીમાં ફેંકી દઈને હત્યા કર્યાનો ભાંડો ફુટ્યો હતો.

બાળકીનું ઘટના સ્થળે જ થયું હતું મોત

6 માસની બાળકીને બ્રીજ પરથી મહિસાગર નદીમાં ફેંકી દેવાને કારણે પછડાવાથી માથામાં ગંભીર ઈજાઓ થતા બાળકીનું ત્યાં જ મોત થયું હતુ. જે તે વખતે મહિસાગર નદીમાં પાણી ના હોવાને કારણે પુલ નીચે જ મૃત હાલતમાં મળી આવી હતી. બાળકીને ઊંચેથી નીચે ફેંકી દેવાને કારણે માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યાનું બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે પોતાની જુબાનીમાં જણાવ્યું હતુ. જે કેસને સમર્થન પુરું પાડવામાં મહત્વનું પુરવાર થયું હતુ. આ ઉપરાંત તેણીના સંબંધીઓની જુબાની પણ ઉપયોગી સાબિત થઈ હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતુ.

Last Updated : Dec 29, 2020, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.