આણંદઃ કોઈ પણ વ્યવસાયમાં નિવૃત્તિ વ્યક્તિને નવો જન્મ આપે છે, સરકારી નિયમ અનુસાર સરકારી નોકરીમાં ચોક્કસ વયે કર્મચારીને નિવૃત્તિ આપવામાં આવે છે. જેને વયમર્યાદાના કારણે નિવૃત થયા તેમ કહેવામાં આવે છે.
31 જુલાઇનો દિવસ આણંદ વહીવટી તંત્ર માટે યાદગાર બની રહેશે. કારણ કે, શુક્રવારના રોજ આણંદ જિલ્લામાં કલેક્ટર કચેરીમાં જીવનનો લાંબો સમય સરકારી કચેરીને સેવા આપનારા પ્રામાણિક, કર્મનિષ્ઠ અને અધિકારીઓના વિશ્વાશું તેવા પટાવાળા ફતેહસિંહ મકવાણા વયમર્યાદાના કારણે નિવૃત થયા છે.
નિવૃત્તિનુ સર્વોચ્ચ સન્માન આણંદમાં જોવા મળ્યું, વર્ગ 4ના કર્મચારીને કલેક્ટર દ્વરા નિવૃત્તિ અપાઇ સામાન્ય રીતે અધિકારીઓના વિદાય સમારંભ યોજાતા હોય છે. જેમાં ભારે તામઝામ અને ભેટ સોંગતો મળતી હોય છે. જે નિવૃત થતા કર્મચારીની સહકર્મચારીઓ સાથેની લોકપ્રિયતા દર્શાવે છે. આણંદમાં વર્ગ 4ના કર્મચારી ફતેહસિંહ મકવાણાની નિવૃતિ તેમને આજીવન યાદ રહે તેરીતે કલેકટર દ્વારા ઉજવવામાં આવી હતી.
નિવૃત્તિનુ સર્વોચ્ચ સન્માન આણંદમાં જોવા મળ્યું, વર્ગ 4ના કર્મચારીને કલેક્ટર દ્વરા નિવૃત્તિ અપાઇ આણંદ જિલ્લા કલેકટર આર જી ગોહિલ દ્વારા જીવનભર ફતેહસિંહ દ્વારા જે ખુરસીની ગરિમાં જાળવી તેની સેવામાં તત્પર રહ્યા હતા. તે જિલ્લાનું સર્વોચ્ચ સ્થાને તેમને બેસાડી નિવૃત કરવામાં આવ્યા હતા. ફતેહસિંહ મકવાણાએ આખું જીવન જે સ્થાનની આમન્યા જાળવી અને તેની પ્રતિષ્ઠાને સાચવવા ફરજ બજાવી તે સ્થાને કલેક્ટર દ્વારા તેમને બેસાડી તેને જીવનભરનું અમૂલ્ય સંભારણું આપ્યું હતું.જિલ્લા કલેક્ટરનું આ રુપ જોઈ કલેકટર ઓફીસના અન્ય કર્મચારીઓ પણ ભાવુક બન્યા હતા સાથે જ ફતેહસિંહ ને ફૂલહાર અને ભેટ આપી તેમની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી.