- રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો
- આણંદ જિલ્લામાં પણ કોંગ્રેસનો સફાયો
- જિલ્લા પંચાયતની 42 માંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થયો આણંદ
આણંદઃ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ સમગ્ર બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. તેજ પ્રકારે આણંદ જિલ્લામાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. જિલ્લા પંચાયતની 42 માંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે જિલ્લાની 6 નગરપાલિકાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. સમગ્ર રાજ્યમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પરિણામો આવ્યા છે, ત્યારે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ દ્વારા પણ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા ગુજરાતના મતદાતાઓનો આભાર માન્યો હતો સાથે જ 370 રામ મંદિર અને વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને મતદાન થયુ હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ રાષ્ટ્રીય નેતૃત્વ વિહોણી બની છે. કોંગ્રેસે હવે મનોમંથન કરવાની જરૂર છે.