- અમદાવાદથી કેવડિયા જતી ટ્રેન પહોંચી આણંદ
- સરદાર પટેલના પરિવારના 8 સદસ્યો ટ્રેન મારફતે કેવડિયા જવા રવાના
- આણંદ જિલ્લાના સાંસદ મિતેષ પટેલ, જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ સહિત 60 જેટલા પ્રવાસી થયા ટ્રેનમાં સવાર
આણંદ : અમદાવાદથી કેવડિયા ખાતે શરૂ કરવામાં આવેલ જન્મ શતાબ્દી ટ્રેન અને આણંદમાં પણ સ્ટોપેજ મળ્યું છે. રવિવારે જ્યારે પ્રથમવાર અમદાવાદથી 10 કલાકના અરસામાં નીકળી ટ્રેન આણંદ ખાતે 12 કલાકે પહોંચી હતી. જ્યાં જેટલા પ્રવાસીઓ કેવડિયા જવા માટે રવાના થયા હતા. મહત્વની વાત છે કે, સરદાર પટેલનું વતન એટલે કે, કરમસદ આણંદ શહેરથી નજીકમાં આવેલું છે. ત્યારે સરદારના પરિવારના 8 સદસ્યો પણ આ ટ્રેનમાં સવાર થઈને પ્રથમવાર કેવડિયા જવાના પ્રવાસમાં જોડાયા હતા.
આણંદ જિલ્લાના સાંસદ મિતેષ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ 60 જેટલા પ્રવાસી આ ટ્રેન મારફતે આણંદથી કેવડિયા જવા માટે ટ્રેનમાં સવાર થયા હતા. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રપૌત્ર અતુલ પટેલે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા મીડિયા સમક્ષ આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનાવવા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
જનસતાબ્દી ટ્રેન મારફતે કેવડિયા જવા રવાના થયેલા સરદાર પટેલના વંશજોના નામ
- ભૂપેન્દ્ર પટેલ
- અતુલ પટેલ
- ઉષાબેન પટેલ
- રાકેશ પટેલ
- અંજલિ પટેલ
- જયેશ પટેલ
- સમીર પટેલ
- હિમાંશુ પટેલ