ETV Bharat / state

પેટલાદ નગરપાલિકાની અનોખી પહેલ, માટીની ઈકોફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરવા અનુરોધ

આણંદ: શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના યુવક મંડળના સહયોગથી કરવામાં આવે છે. હાલ બજારમાં વિવિધ કલાત્મક ગણપતિજીની મૂર્તિઓની માંગ ખૂબ જ વધવા પામી છે. જેમાં ઘણી મૂર્તિઓ બનાવવા પાછળ ઉપયોગમાં આવતું રો મટીરીયલ ક્યાંકને ક્યાંક પર્યાવરણ અને જળ સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતું હોય છે. આ સમસ્યાના નિરાકરણ લાવવા માટે આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકા દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી છે.

Anand
author img

By

Published : Sep 1, 2019, 7:38 PM IST

આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આઝાદી પહેલા લોકમાન્ય તિલક દ્વારા ચાલુ કરવામાં આવેલ ગણેશ ઉત્સવ આજે સમગ્ર દેશમાં એક આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. પેટલાદ નગરપાલિકા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ રાજ્યમાં એક રોલ મોડલ બનીને ઉભરી આવ્યું છે.

ત્યારે પેટલાદ નગરપાલિકા દ્વારા પાલિકાની હદ વિસ્તારમાં આવતા તમામ યુવક મંડળો અને શહેરના જળાશયો અને પાણીના અમૂલ્ય સ્ત્રોતને કેમિકલયુક્ત POPની મૂર્તિઓથી દૂષિત ન કરવા અપીલ કરવામાં આવી હતી. POPના બદલે ઇકો-ફ્રેન્ડલી માટીની કલાત્મક મૂર્તિઓની સ્થાપના કરવા માટે યુવક મંડળને પ્રેરણા આપવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા સમગ્ર શહેરમાં ફરી અને આયોજકો તથા સ્થાનિક આગેવાનોને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જલ પ્રદૂષણ અટકાવવા પેટલાદ નગરપાલિકાની ઉત્કૃષ્ટ અને અનોખી પહેલ ઉદાહરણરુપ

અંદાજિત છ માસ પહેલાથી જ પાલિકા દ્વારા શહેરમાં સ્થાપના કરવામાં આવનાર મૂર્તિઓને ઇકોફ્રેન્ડલી કન્ડિશનમાં લાવવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં પ્રકૃતિના રક્ષણ માટે નાગરિકો દ્વારા પણ નગરપાલિકાના આ કાર્યને સહકાર આપવામાં આવી રહ્યો છે. પેટલાદ નગરપાલિકા દ્વારા આરંભવામાં આવેલ પ્રકૃતિ રક્ષણ અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાની આ ઉત્કૃષ્ટ અને સરાહનીય મુહિમ સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Intro:આવનાર દિવસોમાં સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ભવ્યઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આઝાદી પહેલા લોકમાન્ય તિલક દ્વારા ચાલુ કરવામાં આવેલ ગણેશ ઉત્સવ આજે સમગ્ર દેશમાં એક આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના યુવક મંડળના સહયોગથી કરવામાં આવે છે હાલ બજારમાં વિવિધ કલાત્મક ગણપતિજીની મૂર્તિઓ ની માંગ ખૂબ જ વધવા પામી છે જેમાં ઘણી મૂર્તિઓ બનાવવા પાછળ ઉપયોગમાં આવતું રો મટીરીયલ ક્યાંકને ક્યાંક પર્યાવરણ અને જળ સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતું હોય છે આ સમસ્યાના નિરાકરણ લાવવા માટે આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકા દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી છે

Body:પેટલાદ નગરપાલિકા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ મ રાજ્યમાં એક રોલ મોડલ બનીને ઉભરી આવ્યું છે ત્યારે પેટલાદ નગરપાલિકા દ્વારા પાલિકાની હદ વિસ્તારમાં આવતા તમામ યુવક મંડળો અને શહેરના જળાશયો અને પાણીના અમૂલ્ય સ્ત્રોત ને કેમિકલયુક્ત પીઓપીની મૂર્તિઓ થી દૂષિત ન કરવા અપીલ કરવામાં આવી હતી, પીઓપી ના બદલે ઇકો-ફ્રેન્ડલી માટીની કલાત્મક મૂર્તિઓની સ્થાપના કરવા માટે યુવક મંડળને પ્રેરણા આપવામાં આવી હતી પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા સમગ્ર શહેરમાં ફરી અને આયોજકો તથા સ્થાનિક આગેવાનોને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અંદાજિત છ માસ પહેલાથી જ પાલિકા દ્વારા શહેરમાં સ્થાપના કરવામાં આવનાર મૂર્તિઓને ઇકોફ્રેન્ડલી કન્ડિશનમાં લાવવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં પ્રકૃતિના રક્ષણ માટે નાગરિકો દ્વારા પણ નગરપાલિકાના આ કાર્ય ને સહકાર આપવામાં આવી રહ્યો છે

બાઈટ હિરલ ઠાકર (ચીફ ઓફિસર પેટલાદ)

ચીફ ઓફિસર દ્વારા આરંભવામાં આવેલા જાગૃતિ અભિયાનમાં નગરજનો પણ ઉત્સાહથી સહકાર આપી રહ્યા છે અને શહેરમાં મોટા ભાગની ગણેશની મૂર્તિઓ ઇકોફ્રેન્ડલી બનાવટની લાવવા માટે આગ્રહ રાખી રહ્યા છે

બાઈટ: હેમંત પંડ્યા (સ્થાનિક આગેવાન)
બાઈટ: જય પટેલ (સ્થાનિક)

આ સિવાય પણ જો કોઈ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ લાવે છે તો તેને વિસર્જન કરવાને બદલે નગરપાલિકા થકી તેના પર જળાભિષેક કરી મૂર્તિને પાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ અટલ ઉપવનમાં સુશોભિત કરી મુકવામાં આવશે અથવા તો તે મૂર્તિને મૂર્તિકાર ને પરત આપી બીજા વર્ષે તેના પર કલર કામ કરી તેને રિસાયકલ કરવામાં આવશે પ્રકૃતિના રક્ષણ માટે પેટલાદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એક વિસર્જન કુંડ જેમાં પાણી ભરી અને શહેરના જળાશયોને પ્રદુષિત થતા અટકાવી શકાય અને જળચર સૃષ્ટિ ને પોતા નુકસાનને ઘટાડી શકાય નગરજનોએ પણ આ વિષય પર ચીફ ઓફિસરને બાહેધરી આપી છે કે તેમના દ્વારા પણ પ્રકૃતિ ને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવે તેવા કાર્યો નહીં કરવામાં આવે કદાચ પેટલાદ સમગ્ર રાજ્યમાં પ્રથમ એવું શહેર હશે કે જ્યાં તંત્રને સ્થાનિક નાગરિકો એક સાથે પ્રકૃતિના રક્ષણ માટે આગળ આવ્યા છે સમગ્ર રાજ્ય માટે આજે પેટલાદ એક ઉદાહરણ બનીને ઉભરી રહ્યું છે

બાઈટ હિરલ ઠાકર (ચીફ ઓફિસર પેટલાદ)

આમ તો આણંદ કલેકટર દ્વારા પણ પ્રકૃતિના રક્ષણ માટે અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે માટીની ઇકોફ્રેન્ડલી કલરથી રંગાયેલી મૂર્તિઓના સ્થાપન ને પ્રોત્સાહન આપવા તથા પીઓપીની કેમિકલયુક્ત કલર વાળી મૂર્તિઓની સ્થાપના નહીં કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાનો પૂરેપૂરો અમલ પેટલાદમાં થઈ રહ્યો હોવાની જાણકારી આણંદ કલેકટર દિલીપ રાણા દ્વારા આપવામાં આવી હતી

બાઈટ દિલીપ રાણા (કલેકટર આણંદ)

Conclusion:પેટલાદ નગરપાલિકા દ્વારા આરંભવામાં આવેલ પ્રકૃતિ રક્ષણ અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાની આ ઉત્કૃષ્ટ અને સરાહનીય મુહિમ સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ પૂરું પાડી રહી છે.

p to c : યશદીપ ગઢવી (રિપોર્ટર આણંદ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.