ETV Bharat / state

આણંદના નિવૃત શિક્ષક દંપતિની અનોખી સેવા, પોતાના પેન્શનમાંથી 140 જેટલા નિ:સહાય વૃદ્ધોને કરી મદદ

સ્વાર્થની આ દુનિયામાં જ્યાં પોતાના પણ સાથ છોડી જતા હોય છે ત્યારે આ વાત છે આણંદના એક એવા દંપતિની કે જેઓ 140 જેટલા નિરાધાર વૃદ્ધોની પડખે ઉભા રહી તેમની સારસંભાળ રાખવા ઉપરાંત દર મહિને કરિયાણાની કીટનું વિતરણ કરી તેમને મદદરૂપ બની રહ્યા છે.

આણંદના નિવૃત શિક્ષક દંપતિની અનોખી સેવા, પોતાના પેન્શનમાંથી 140 જેટલા નિ:સહાય વૃદ્ધોને કરી મદદ
આણંદના નિવૃત શિક્ષક દંપતિની અનોખી સેવા, પોતાના પેન્શનમાંથી 140 જેટલા નિ:સહાય વૃદ્ધોને કરી મદદ
author img

By

Published : Dec 21, 2020, 7:56 PM IST

  • આણંદના નિવૃત શિક્ષક દંપતિ છેલ્લા 13 વર્ષથી કરે છે નિસહાય વૃદ્ધોની મદદ
  • વર્ષ 2008થી કરી હતી શરૂઆત
  • પોતાના પેન્શનમાંથી કરે છે કરિયાણા કીટની સહાય
    આણંદના નિવૃત શિક્ષક દંપતિની અનોખી સેવા, પોતાના પેન્શનમાંથી 140 જેટલા નિ:સહાય વૃદ્ધોને કરી મદદ

આણંદ: આણંદના નિવૃત શિક્ષક દંપતિ વિપિન પંડ્યા અને તેમના પત્ની સવિતાબેન પંડ્યાએ એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે જે હજારો સલામને લાયક છે. આધુનિક યુગમાં અનેક સંતાનો પોતાના માતા-પિતાને તેમના જીવનના અંતિમ પડાવ દરમિયાન વૃદ્ધાશ્રમના દરવાજે મૂકી આવતા હોય છે ત્યારે આ દંપતિ છેલ્લા 13 વર્ષથી નિસ્વાર્થ ભાવે નિ:સહાય વૃદ્ધોની સેવા કરી રહ્યા છે. દર મહિને આ દંપતિ તમામ પ્રકારની મદદ તેમજ જીવન જરૂરિયાતની કીટ બનાવી એક્ટીવા પર નીકળી પડે છે અને આણંદ સહિતના આસપાસના વિસ્તારમાં વસતા 140 જેટલા નિરાધાર વૃદ્ધોને આ મદદ પહોંચાડે છે.

140 જેટલા નિરાધાર વૃધ્ધોની પડખે આવીને ઉભા છે આ દંપતિ

જરૂર પડે તો તબીબી સારવાર પણ ઉપલબ્ધ કરાવે છે

વર્ષ 2008માં આ શિક્ષક દંપતિ સિનિયર સિટીઝન ફોરમના એક સભ્યના ઘરે ગયા અને તેમની પરિસ્થિતિ નજરે નિહાળી. આર્થિક રીતે કણસતા વૃદ્ધોને જોઈ આ દંપતિએ વૃદ્ધોને મદદ કરવાનો સંકલ્પ કર્યો અને ત્યારથી જ શરુ થયો આ અનોખો સેવાયજ્ઞ. પોતાના પેન્શનમાંથી આ દંપતિએ આવા અનેક નિરાધાર વૃદ્ધોને દર માસે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સહિત કપડાં-દવાઓ સાથે જરૂર પડે તો તબીબી સારવાર પણ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે અને સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

પોતાના પેન્શનમાંથી 140 જેટલા વૃદ્ધોને કરી આર્થિક મદદ

અન્ય લોકો પાસેથી પણ મેળવે છે સહાય

મોંઘવારીના સમયમાં તકલીફ તો દરેકને પડતી હોય છે, ત્યારે દર માસે આવા પોતાના પેન્શનની રકમમાંથી આ દંપતિ નિરાધાર અને એકાકી જીવન જીવતા વૃદ્ધોની સેવા કાર્યોમાં પેન્શનનો સદુપયોગ કરી રહ્યા છે. હાલ તેઓ એક ટ્રસ્ટ પણ બનાવી તેમાં આગરીબ અને નિઃસહાય લોકો માટે મદદ કરવા ઇચ્છુક નાગરિકોનો ફાળો પણ મેળવે છે. તેઓ તેમની કીટમાં દાળ, લોટ,મોરસ,ચા, સાબુ,શેમ્પુ,વેસેલિન,ગોળ, ચોખા, નાહવાનો સાબુ, વગેરે ગરીબોને પહોંચાડી રહ્યા છે.

આણંદના નિવૃત શિક્ષક દંપતિની અનોખી સેવા
આણંદના નિવૃત શિક્ષક દંપતિની અનોખી સેવા

બેરોજગારીમાં સપડાયેલા પાડોશીની પણ કરી સહાય

આ દંપતિ છેલ્લા આઠ વર્ષથી તેમની પાડોશમાં જ રહેતા એક સુથારની પણ સહાય કરી રહ્યા છે. મુકેશભાઈ સુથાર કોરોના સમયમાં બેરોજગાર બનતા તેમને તેમની વૃદ્ધ માતાના ભરણપોષણની ચિંતા હતી. આ દંપતિ તેમની વ્હારે આવતા તેમણે આ દંપતિનો આભાર માની તેમની સરખામણી ભગવાન સાથે કરી હતી. પંડ્યા દંપતિના સેવા યજ્ઞનો લાભ મળતા તેમને જીવન જીવવાનો એક આધાર મળી રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.