ETV Bharat / state

ખંભાતમા 2500ની ચાઈનીઝ દોરી સાથે 1 ની અટકાયત કરાઈ

પતંગ અને દોરી માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત એવા ખંભાત શહેરમાં ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી પેટ્રોલીંગ માટે શહેરી વિસ્તારમાં ફરી રહેલા પોલીસ કર્મીઓએ બાતમીનાં આધારે ચાઈનીઝ દોરી વેચનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે.

ખંભાતમાં ચાઈનીઝ દોરી વેચનાર ઝડપાયો
ખંભાતમાં ચાઈનીઝ દોરી વેચનાર ઝડપાયો
author img

By

Published : Jan 9, 2021, 11:23 AM IST

  • પતંગ અને દોરી માટે રાજ્યમાં વખણાતાં ખંભાતમાં જ ગેરકાયદેસર દોરીનું વેચાણ
  • કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હતું
  • માત્ર આ જ નહિ, ખંભાતની સેંકડો દુકાનોમાં આ પ્રકારની દોરીઓ વેચાઈ રહી છે
    કરિયાણાની દુકાનમાંથી પકડાયેલો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો

ખંભાત : સમગ્ર રાજ્યમાં ખંભાત શહેર પતંગ અને દોરી માટે પ્રખ્યાત છે. જોકે, ખંભાત શહેરમાં જ કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સને ખંભાત પોલીસે ઝડપી પાડ્યો છે. તેના વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 2500ની કિંમતની 10 નંગ દોરીઓ કબજે કરી

ખંભાત સીટી પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મીઓ ઉત્તરાયણના તહેવારને લઈને સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા. આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ખંભાતના અલયાપાડા ખાતે રહેતા હનીફ કમાલભાઈ શેખ પોતાની કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. પોલીસની ટીમ દ્વારા તેની દુકાનમાં દરોડો પાડતાં દુકાનમાંથી પ્લાસ્ટીની એક થેલીમાં મુકેલી 10 નંગ ચાયનીઝ દોરી મળી આવી હતી. પોલીસ દ્વારા 2500ની કિંમતની 10 નંગ ચાઈનીઝ દોરીનાં મુદ્દામાલ કબ્જે કરીને કલમ 188 હેઠળ ગુનો નોંધી હનીફ શેખની અટકાત કરી હતી.

શહેરમાં ઠેરઠેર ચાઇનીઝ દોરી નું વેચાણ

માહિતી મુજબ ખંભાતમાં વિવિધ દુકાનોમાં રાજ્ય સરકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોવાનું પણ જાણવા મળેલ છે. આ અંગે પોલીસ સુત્રો દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવે તો અનેક જગ્યા ઉપરથી ચાઇનીઝ દોરીનો જથ્થો પ્રાપ્ત થાય તેમાં કોઈ શંકા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.