ETV Bharat / state

આણંદમાં OLX પરની પોસ્ટ જોઇ પિસ્તોલની અણી પર વૈભવી કાર લૂંટવાનો પ્રયાસ

આણંદઃ શહેરના સરદારગંજમાં આવેલી કાર ગેરેજમાંથી ટેસ્ટ ડ્રાઈવના બહાને વૈભવી કારની પિસ્તોલની અણીએ લૂંટનો પ્રયાસ કરાયો હતો. લૂંટ કરીને ભાગેલ શખ્સનો લીંબડી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને આણંદ પોલીસને હવાલે કરાયો હતો, જ્યાં પોલીસે ફરીયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ
author img

By

Published : May 3, 2019, 8:17 PM IST

માહિતી પ્રમાણે, સરદારગંજમાં આવેલ એવરેસ્ટ ઓટો ઇલેક્ટ્રિક ગેરેજના માલિક યાસીનભાઈને ત્યાં મોગરના જયેશભાઈએ પોતાની ફોર્ચ્યુનર કાર રીપેરીંગમાં મૂકી હતી. આ કારની OLX પરની પોસ્ટ જોઇ એક ઠગે ફાયદો ઉઠાવવાનું કાવતરું ઘડી જયેશભાઇનો સંપર્ક કર્યો હતો. તેણે ટેસ્ટ ડ્રાઈવ માંગી હતી, જેથી જયેશભાઈએ ગાડી આણંદ રીપેરીંગમાં હતી ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી લેવા જણાવ્યું હતું.

આણંદમાં OLX પરની પોસ્ટ જોઇ પિસ્તોલની અણી પર વૈભવી કાર લૂંટવાનો પ્રયાસ

આરોપીએ એવરેસ્ટ ઓટો ગેરેજ પર જઈ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ માંગતા યાસીનભાઈએ જયેશભાઈનો સંપર્ક કરી તેમના બંન્ને દીકરાઓને આરોપી સાથે શહેરમાં ટેસ્ટ ડ્રાઈવ માટે મોકલ્યા હતા. શહેરમાં ગાડી ચલાવવાની મજા નથી આવતી તેમ કહી આરોપીએ ગાડીને નેશનલ હાઇવે પર હંકારી મૂકી હતી. જ્યાં ચાવડાપુરા પાસે અવાવરી જગ્યાએ રિવોલ્વર બતાવી યાસીનભાઈના બંને પુત્રોને ગાડીમાંથી નીચે ઉતારીને આરોપી ફોર્ચ્યુનર ગાડીને લઈ ભાગી ગયો હતો.

આણંદ ટાઉન પોલીસને આ બાબતની જાણ થતાં આણંદ-ખેડા જિલ્લામાં નાકાબંધી કરાવી લીંબાસી પાસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ખેડા પોલીસે ગઠિયાને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે પકડેલ શખ્સનું નામ રાજવીરસિંહ દિલીપસિંહ વિહળા તેમજ તે મૂળ વિજાપુરનો વતની અને થોડા સમયથી ખંભાતમાં સ્થાયી થયેલો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પોતાની પાસે રહેલી રિવોલ્વર ફક્ત એરગન હોવાનું કબૂલ્યું અને તેને રસ્તામાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી. લૂંટનું કારણ પૂછતા જણાવ્યું કે, પોતાના બાળકોની સ્કુલ ફી ભરવા માટે કારની ચોરી કરી હતી. પોલીસે સમગ્ર બાબતે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:આણંદ સરદાર ગંજ માં આવેલ એક કાર ગેરેજ માંથી ટેસ્ટ ડ્રાઈવના બહાને વૈભવી કાર ની પિસ્તોલ ના નાળચે લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લૂંટ કરીને ભાગલ શખ્સ ને લીંબશી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી આણંદ પોલીસ ને હવાલે કર્યો છે.સ્થાનિક પોલીસ ધ્વારા ગુનો દાખલ કરી વિધિવત કાર્યવાહી હાથ ધરી છે.

Body:મળતી માહિતી અનુસાર સરદારગંજમાં એવરેસ્ટ ઓટો ઇલેક્ટ્રિક નામનું ગેરેજ ધરાવતા યાસીનભાઈ ને ત્યાં મોગર ના જયેશભાઈએ પોતાની ફોર્ચ્યુનર કાર રીપેરીંગ માં મૂકી હતી જેમને ઓએલએક્સ પર કાર વેચવાની પોસ્ટ મૂકી હોવાનો એક ઠગ ફાયદો ઉઠાવવા નું કાવતરું ઘડી જયેશભાઇ નો સંપર્ક કર્યો હતો અને ગાડી નો ટેસ્ટ ડ્રાઈવ માંગી હતી જેથી જયેશભાઈ ગાડી આણંદ રીપેરીંગ માં હોય ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી લેવા જણાવ્યું હતું, આરોપી દ્વારા એવરેસ્ટ ઓટો ગેરેજ પર જઈ ગાડી ટેસ્ટ ડ્રાઈવ માગ્યો હતો ત્યારે યાસીનભાઈ દ્વારા જયેશભાઈ નો સંપર્ક કરી તેમના કહેવાથી તેમના બન્ને દીકરાઓને આવેલ શખ્સ સાથે શહેર માં ટેસ્ટ ડ્રાઈવ માટે ગયા હતા શહેરમાં ગાડી ચલાવવાની મજા નથી આવતી તેમ આરોપી દ્વારા જણાવી ગાડીને નેશનલ હાઇવે પર હંકારી મૂકી હતી ચાવડાપુરા પાસે અવાવરી જગ્યાએ રિવોલ્વર બતાવી યાસીનભાઈ ના બંને પુત્રોને ગાડીમાંથી નીચે ઉતારી ફોરચુનર ગાડી ની લૂંટ ચલાવી ગાડી હંકારી મુકી હતી

જેની જાણ આણંદ ટાઉન પોલીસને થતા આણંદ-ખેડા જિલ્લામાં નાકાબંધી કરાવી લીંબાસી પાસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ખેડા પોલીસે ગઠિયા ને ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં પોલીસે પકડેલ સક્સ ના નામ વિશે પૂછતાં તે રાજવીર સિંહ દિલીપસિંહ વિહળા મૂળ વિજાપુરનો વતની અને થોડા સમયથી ખંભાતમાં સ્થાયી થયેલો હોવાનું જણાવ્યું હતું રિવોલ્વર વિશે પૂછતા જ કરતા ફક્ત એરગન હોવાનું તેણે કબૂલ્યું હતું અને જે આરોપી દ્વારા રસ્તામાં ક્યાંક ફેંકી દીધાની કબૂલાત પણ કરી હતી લૂંટ કરવાના કારણ વિશે પૂછતા આરોપીએ બાળકોની ફી ભરવા માટે કારની ચોરી કરી હોવા ની કબૂલાત કરી હતી

Conclusion:આ બનાવમાં ખેડા અને આણંદ પોલીસ ના સંયુક્ત ઓપરેશન અને ગણતરીના કલાકોમાં ગાડી લઇ ફરાર થઈ ગયેલ રાજવીર સિંહ નામના આરોપીની ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈટ. એન કે ચૌહાણ(પી.આઈ. આણંદ ટાઉન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.