આણંદઃ કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓની જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ ગંભીરતાથી ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાંથી કુલ 122 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા.આ સાથે જ 412 વ્યક્તિઓને હોમ ક્વોરનટાઈન કરવામાં આવ્યા હતા, અને 24 જેટલી વ્યક્તિઓને સરકારી ફેસેલીટી અંતર્ગત ક્વોરનટાઈન કરાયા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
પરંતુ અચાનક 9 એપ્રિલે હાડગુડમાં મોટર મીકેનીકનો કોવિડ19નો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ગામને ક્વોરનટાઈન કરી સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર્દીના પરિવારના 5 સભ્યોના પણ ટેસ્ટ લેવામાં આવ્યાં હતાં, જેના રિપોર્ટ્સ પણ નેગેટિવ આવ્યાં છે.
આણંદ જિલ્લામાં આવેલા કુલ બે પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલ કુલ 436 વ્યક્તિઓને શોધીને તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તેમજ તમામ સંભવિત નાગરિકોને ક્વોરનટાઈન કરવામાં આવ્યાંં છે. આ તમામ માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી છે.