આણંદ: મોડી રાત્રે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં બાળકો સહિત શહેરીજનો બહાર દોડી આવીને પહેલા વરસાદમાં પલળવાનો આનંદ માણ્યો હતો. ગુરૂવારની રાત્રે આણંદ પંથકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા સહિત અનેક સ્થળોએ રસ્તા, ગટર સહિતના ખોદકામ કરેલા કામની માટી બેસી જતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

જ્યારે ગુરૂવારે રાત્રે વરસેલા વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી ભરાઇ રહ્યાની સમસ્યા જોવા મળી હતી. જિલ્લામાં થયેલા વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં બગડી ગયો છે. બીજી તરફ સ્થાનિકોને ગરમીમા ઠંડક પ્રસરતા રાહતની લાગણી અનુભવી રહ્યા છે.