- આણંદમાં પેટ્રોલના ભાવ 100 ને પાર જતા વહેંચાયા પેંડા
- મોગર ગામના યુવાનો સાથે સ્થાનિક આગેવાન દ્વારા કરવામાં આવ્યું આયોજન
- રોડ પર વાહનોના ડ્રાઇવરને પેંડા ખવડાવી નોંધાવ્યો વિરોધ
આણંદ: સતત વધી રહેલા પેટ્રોલ- ડીઝલના ભાવને કારણે પ્રજા પર યાતાયાત માટે ઇંધણના ખર્ચનું ભારણ વધી રહ્યું છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 ને પાર પહોંચ્યા છે, ત્યારે સરકારને સંદેશ આપવા અને ભાવ વધારા માટે લોકોને પડતા આર્થિક ભારણની સમસ્યાને વાચા આપવા માટે આણંદ જિલ્લાના મોગર ગામના નાગરિકોએ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો: ભાવનગરમાં રાઇથી લઈ સીંગતેલના ડબ્બા સુધીના ભાવમાં ભડકો: જાણો કારણ
મોંઘવારીએ અજગર જેવો ભરડો લીધો છે: ચિરાગસિંહ મહિડા
મોગર ગામના સામાજિક આગેવાન અને તાલુકા પંચાયત સભ્ય ચિરાગસિંહ મહિડા દ્વારા એક અનોખી રીતે કટાક્ષમાં મીઠાઈ વહેંચી પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે લોકોને પડતી મુશ્કેલીમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે જણાવતા ચિરાગસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, સમાજમાં મોંઘવારીએ અજગર જેવો ભરડો લીધો છે. જેમાં સામાન્ય માણસના બજેટ સાવ વિખાઈ ગયું છે. આજે એક બે રૂપિયાના સતત વધારો આપી પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 ને પાર પહોંચાડી દીધી છે. આ ક્ષણે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ડ્રાઈવરને મીઠાઈ ખવડાવીને તેમને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો છે.
આ પણ વાંચો: આણંદમાં પેટ્રોલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
અનોખા વિરોધને લોકો દ્વારા આવકારવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે CNG ગેસના ભાવ આ પણ હાલ માજ 2 રૂપિયા જેટલો ભાવ વધારો કરી દેવામાં આવતા સામાન્ય માણસના માસિક બજેટની સ્થિતિ ડામાંડોળ બની ગઈ છે, તેવામાં આણંદના યુવાનો દ્વારા કારવામાં આવેલા આ અનોખા વિરોધને લોકો દ્વારા આવકારવામાં આવ્યો હતો.