આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર અવાર (Anand truck accident) નવાર જીવલેણ અકસ્માત સર્જાયા કરે છે. ત્યારે બુધવારે વહેલી સવારે તારાપુર ચોકડી પાસે મોરબીથી ટાઇલ્સ ભરેલી ટ્રક ચાલકે સ્ટેરીંગ (Tarapur truck accident death) પરનો કાબૂ ગુમાવતા તારાપુર મોટી ચોકડી પાસે ચા પીવા માટે ઉભેલા 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેનાથી 3 લોકોનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. જેને લઇને સ્થાનિક કક્ષાએ લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.(Tarapur accident case)
અકસ્માતોને ખુલ્લું આમંત્રણ પ્રાપ્ત માહિતી અનુસાર વાસદ બગોદરા હાઈવે પર સામાન્ય રીતે બ્રેક ફ્રી ક્રોસિંગ બનાવવામાં આવ્યા છે. જેમાં દરેક ચોકડી પર હાઈવેને બ્રીજ આપવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક રાજકારણ અને તંત્રની ગેરજવાબદાર કામગીરીને ફળ સ્વરૂપ હાઈવે પર સૌથી વ્યસ્ત કહેવાય છે. તેવી તારાપુર મોટી ચોકડી પર બ્રિજને બદલે મસમોટું સર્કલ બનાવી અનેક અકસ્માતોને ખુલ્લું આમંત્રણ આપવાનું કામ જવાબદાર તંત્રએ કર્યું હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. (Anand Tarapur accident)
યમરાજ બનીને ટ્રક ત્રાટક્યો હાઈવે પર ચાલતા સાધનો અચાનક સર્કલમાં ફૂલ ઝડપે ટર્ન લેવાના ચક્કરમાં અકસ્માત સર્જાતા હોય છે તેવા આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે, ત્યારે બુધવારે વહેલી સવારે મોરબીથી ટાઇલ્સ ભરેલી ટ્રક, આ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તારાપુર મોટી ચોકડી પાસે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ભારે વજન ભરેલી ટ્રક રોડની સાઈડમાં ચા પીવા માટે ઉભેલા લોકો પર યમરાજ બનીને ત્રાટક્યો હોય તેમ એક સાથે ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે ભોગ લઇ લીધો હતો. જ્યારે પાંચ જેટલા લોકોને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. (Truck accident in Tarapur)
ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા ઘટનામાં મૃત્યુને ભેટેલા બે બાળકો અને એક વૃદ્ધ એક જ પરિવારના સભ્યો હતા. આ પરિવાર મૂળ અમરેલીના રાજુલાનો વતની હતો. જે ધંધા રોજગાર અર્થે સુરત સ્થાઈ થયેલા હતા. દિવાળીનો તહેવાર વતનમાં ઉજવીને સુરત પરત ફરતા હતા અને તારાપુર ચોકડી પાસે ચા પીવા માટે ઊભા રહ્યા ત્યાં આ ગોઝારી ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવ્યા હતા. (Death in Tarapur truck accident)
ગેરકાયદેસર દબાણો તારાપુર ચોકડીથી પસાર થતા આ હાઈવે (Tarapur moti chokdi accident)પર બનાવેલા સર્કલને કારણે અહીં ગેરકાયદેસર દબાણો કરી દીધેલા જોવા મળે છે. જેને લઈને અનેક વખત જિલ્લા સંકલન બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી ચુકી છે. પરંતુ સ્થાનિક રાજકારણીઓની ભલામણો અને હપ્તા ખોરીની આડમાં આ જોખમી લારીઓને દુર કરવા માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવતા ન હોવાની ચર્ચાઓ શરૂ થવા પામી છે. હવે જોવું રહ્યું કે આ અકસ્માતથી બોધપાઠ લઇને સ્થાનિક તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવશે? કે પછી હજુ કોઈ આનાથી મોટી હોનારત સર્જાય ત્યાં સુધી કુંભકર્ણની નિંદ્રામાં સુતું રહેશે?