ખંભાત: પોલીસને ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને વિખેરવા માટે 6 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ તપાસમાં સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું હતું.
તોફાની બનેલા ટોળાએ પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો હતો. ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં LCB, SOG અને DYSP અને DSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ખંભાત અને આસપાસના વિસ્તારની તમામ પોલીસ હાલ અકબરપુરામાં ખડકી દેવામાં આવી છે અને કોબિંગ હાથ ધરવામાં આવ્યું છે. તોફાની તત્વોને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પથ્થરમારાના પગલે દુકાનદારોએ પોતાની દુકાન બંધ કરી દીધી હતી. ઘટનાની જાણ થતા ખંભાત રેન્જ IG પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ પોલીસે ઘટના પર કાબુ મેળવી લીધો છે.