આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભાદરણ ગામે આવેલા જીરાવાડ મહોલ્લામાં રહેતા કુસુમબેન પટેલના બંધ મકાનની દિવાલ પાસે છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં 9 શખ્સોની ધરપકડ કરી રોકડા રૂપિયા 40120 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
કેયુરભાઈ ઉર્ફે બચુ હરિહરભાઈ પટેલ, અરવિંદભાઈ ચતુરભાઈ પઢિયાર, રમેશભાઈ છગનભાઈ ઠાકોર, વિનોદભાઈ ઉર્ફે લાલો રમતુભાઈ ભોઈ, જયેશભાઈ અંબાલાલ પરમાર, સમીરભાઈ ગીરીશભાઈ પટેલ, મીતેશભાઈ વજેસિંહભાઈ મહિડા, શકીલભાઈ રમણભાઈ ઉર્ફે કનુભાઈ વ્હોરા, રાજેશભાઈ ઉર્ફે પુરી કનુભાઈ મકવાણા તમામની ધરપકડ કરી હતી.