આણંદઃ જિલ્લાની પેટલાદ નગરપાલિકા દ્વારા આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે, પેટલાદ નગરપાલિકા દ્વારા આજે ઉઠાવેલા કદમ થકી પાલિકાને આવનાર સમયમાં મોટો આર્થિક ફાયદો થશે.
ટલાદ નગરપાલિકા હસ્તક જમીનમાં ફડાઉ વૃક્ષોનું વાવેતર દેશમાં આર્થિક સ્થિતિ સામાન્ય બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરવામાં આવી છે. જેમાં ઘણા લોકો આત્મનિર્ભર બનવા માટે વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
500 જેટલા કેસર કેરીના છોડનું વાવેતર આણંદ જિલ્લામાં પેટલાદ નગરપાલિકા દ્વારા દેશમાં ચાલતા વર્તમાન આત્મનિર્ભર પ્રવાહને સમર્થન આપવા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પેટલાદ નગરપાલિકા હસ્તક જમીનમાં ફડાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં હાલમાજ 500 જેટલા કેસર કેરી ના છોડ નું વાવેતર કરવામાં આવ્યું છે.
ગ્રીન પેટલાદ ક્લીન પેટલાદ અંતર્ગત શહેર વિસ્તારમાં 6000 કરતા વધારે વૃક્ષોનું વાવેતર ઉલ્લેખનીય છે કે, આ કેસર કેરીના છોડ આવનાર 4 વર્ષોમાં નગરપાલિકાને અંદાજિત 50 લાખથી 1 કરોડનું આવક મેળવવાનો સ્ત્રોત બનશે. સામાન્ય રીતે નગરપાલિકાને તેનો નિભાવણી ખર્ચ કાઢવા માટે, નગરમાંથી આવતા વેરા તથા કોમ્પલેક્ષના ભાડાની મુખ્ય આવક હોય છે. તે સિવાય નગરપાલિકાના પડતર જમીનમાં પેટલાદ નગરપાલિકા દ્વારા આવી ઉપજાવ ખેતી કરી વધારાની આવકનો સ્તોત્ર ઉભો કરવામાં આવ્યો હતો.
પેટલાદ નગરપાલિકા બનશે આત્મનિર્ભર આ અંગે પેટલાદના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે Etv bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નગરપાલીકા દ્વારા લેવામાં આવેલા આ પગલાં થકી આવનાર વર્ષોમાં નગરપાલિકાને મોટી આવક ઉભી થશે. આ રીતના નગરપાલિકા દ્વારા ખાલી પડેલા પાલિકા હસ્તગત જમીનમાં નગરપાલિકા દ્વારા આજ સુધી 500 આંબા, 1500 ખાખરા, 50 જાંબુડા, દાડમ, જામફળ, બદામ, સાથે અનેક ઔષધીય ગુણો ધરાવતા વનસ્પતિના છોડ ઉછેરવામાં આવ્યા છે,
હાલ, ગ્રીન પેટલાદ ક્લીન પેટલાદ અંતર્ગત શહેર વિસ્તારમાં 6000 કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે આવનાર પેઢીને અમૂલ્ય વારસો આપશે.