વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક આજે એક મુખ્ય સમસ્યા બની ગઈ છે. રોજિંદા વપરાશમાં લેવામાં આવતા પ્લાસ્ટિકના કુલ જથ્થામાંથી ફક્ત 5 ટકા જ પ્લાસ્ટિક ફરી વપરાશમાં લેવામાં આવે છે. સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તથા ઓછી ગુણવત્તા વાળા પ્લાસ્ટિકનો વપરાશ ટાળવા માટે ઘણી સંસ્થાઓ અને સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. ભારતને પ્લાસ્ટિક બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
![petlad municipality create fuel from plastic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-petlad-municipality-plastic-special-7205242_17122019170005_1712f_01877_889.jpg)
પેટલાદ નગરપાલિકા દ્વારા તેની ડમ્પિંગ સાઈડની બાજુમાં પ્લાસ્ટિક પ્રોસેસ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે, જે પદ્ધતિના ઉપયોગથી પ્લાસ્ટિકમાંથી ઈંધણ બનાવવામાં આવે છે. જેમાંથી પેટલાદ નગરપાલિકા તેમના લો સ્પીડ ડીઝલ એન્જિન ચલાવે છે. આ સાથે સાથે તે ડીઝલને અલગથી વેચી આર્થિક આવક પણ મેળવી રહી છે.
![petlad municipality create fuel from plastic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-petlad-municipality-plastic-special-7205242_17122019170005_1712f_01877_716.jpg)
આ વિષય પર પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે, પેટલાદ નગરપાલિકા દ્વારા ચાલતા આ યુનિટ થકી નગરપાલિકાને નોન-પ્રોફીટેબલ ઓપરેશન ચલાવવામાં ખૂબ જ સારી સફળતા મળી છે.
![petlad municipality create fuel from plastic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-petlad-municipality-plastic-special-7205242_17122019170005_1712f_01877_933.jpg)
વધુમાં જણાવતા કહ્યું કે, જ્યારે પ્લાન્ટ અંડર મેઈન્ટેનન્સ હોય ત્યારે જમા થતાં પ્લાસ્ટિકને નગરપાલિકા દ્વારા એક સંસ્થાને આપવામાં આવે છે. જે સાટા પદ્ધતિથી નગરપાલિકાએ આપેલ પ્લાસ્ટિકને આકર્ષક આકાર આપી શહેરના સુશોભન માટે મુકવા લાયક આર્ટિકલ બનાવી આપે છે. ફેન્સીંગ, ફ્લોરિંગ અને બેસવા માટેની બેન્ચીસ બનાવી શહેરની સુવિધાઓમાં વધારો કરવા માટે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.
આ રીતે પેટલાદ નગરપાલિકા શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવી, તે પ્લાસ્ટિકના કચરાને ઈધણમાં રૂપાંતરિત કરી નગરપાલિકાનો આર્થિક ખર્ચ બચાવવામાં આવે છે, તથા લો સ્પીડ ડીઝલ એન્જિન ચલાવી પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી રહી છે.