આણંદઃ જિલ્લાના પેટલાદ તાલુકાના સરકારી ગોડાઉનના મેનેજર વનિતાબેન રાઠોડ 9 માસનો ગર્ભ હોવા છતાં પણ કોરોનાની મહામારી સામે ગરીબોને અનાજનો જથ્થો દુકાનદાર સુધી સમય સર મળી રહે તે માટે ટિમ સાથે નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.
સરાહનીય એવી કર્તવ્ય નિષ્ઠા વાહક પેટલાદ સરકારી અનાજના ગોડાઉન મેનેજર વનિતાબેન રાઠોડ કે, હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી સામે તેઓની સગર્ભા પરિસ્થિતિને ધ્યાને લઈને તેઓને રજા મળેલી છે. તેમ છતા રજા ન ભોગવીને સરકાર તરફથી જે ગરીબોને અનાજનો પુરવઠો આપવામાં આવ્યો છે, તે અનાજ દરેક દુકાનદાર સુધી પહોંચે અને સાચા લાભાર્થીને મળી રહે સાથે પૂરતો જથ્થો મળે તેની ખાસ તકેદારી રાખી ગોડાઉનમાં ખડે પગે રહીને ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેમના સગર્ભાના અંતિમ દિવસો હોવા છતાં પણ તેઓ ફરજની મહત્વતા સાથે કર્તવ્યને ધ્યાને રાખી કામગીરી અદા કરી રહ્યા છે.
સરકાર તથા તંત્રના અધિકારીઓ જ્યારે કોરોના સામેની લડતમાં આવી પરિસ્થિતિમાં પણ ફરજ પર હાજર રહેતા હોય ત્યારે દેશમાં એક જવાબદાર નાગરિક તરીકે દરેક વ્યક્તિએ lockdownનું પાલન કરી ઘરમાં રહી કોરોના સંક્રમણને જેમને રોકવામાં સરકારને મદદરૂપ થવું જોઈએ તથા ઘરે રહો સુરક્ષિત રહો ના સૂત્રને સાકાર કરવું જોઈએ.
Etv ભારત પણ દરેક નાગરિકને અપીલ કરે છે કે, જ્યારે સરકારી અધિકારીઓ કોઈ પણ પરિસ્થિતિમાં ફરજ પર હાજર રહી નાગરિકોને કોઈ મુસીબત ન પડે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે દેશના તમામ નાગરિકો પોતાની નૈતિક ફરજ સમજી lockdownનું પાલન કરે અને કામ સિવાય બહાર જવાનું ટાળે તથા ઘરે રહીશ દેશની કોરોના સામેની લડાઈમાં સાચા સૈનિક બને પોતાની ફરજ બજાવો.