આણંદમાં આવેલી (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ)એ સ્થાનિક દૂધાળા પશુઓ તથા તેમની સંકર ઔલાદો માટે કસ્ટમાઇઝ જીનોટાઇપીંગ ચીપ "ઇન્ડુસ ચીપ"નું અગાઉ સફળ નિર્માણ કર્યુ હતું. NDDBએ એબ્રો મુરર્રાહ નામનું સંપૂર્ણ પ્રકારનું નવું જીનોમ વિકસાવ્યું છે. જે રિવરાઇન ભેંસોના સંવર્ધનક્ષેત્રે એક સીમાચિહનરૂપ બની રહેશે.
આ સંશોધનમાં નર-માદા પાસેથી મેળવેલા ટ્રાયોના ઉપયોગ દ્વારા પ્રથમવાર નવો અભિગમ એટલે કે ટ્રાયો બીનીંગ ભેંસના હેપ્લોટાઇપ અલગ કરવામાં વધુ ગુણવત્તાયુકત ચોકસાઇની ખાત્રી કરવામાં આવી હતી. NDDBએ વિકસાવેલી જીનોમ એસેમ્બલીમાં 99 %થી વધુ જીનોમ આવરી લેવામાં સફળતા મેળવી છે.
NDDBના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું કે, આ નવી વિકસાવાયેલ જીનોમ એસેમ્બલીના કારણે બફેલો જીનમ અંગે વધુ સમજ મળવા સહિત જીનોમ પસંદગીના કાર્યક્રમને વધુ વેગ આપી શકાશે. જેનાથી ભારતની ભેંસોની વસતિમાં ઝડપી જીનેટીક પ્રગતિ હાંસલ કરી શકાશે.