NCP પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) દ્વારા મીડિયા સામે જાહેરાત કરવામાં આવી કે, જો ગઠબંધન નહીં થાય તો NCP 26 બેઠકો પરથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો ઉતારશે. અથવા કોંગ્રેસ ગઠબંધન કરી NCP દ્વારા પોરબંદર, પંચમહાલ, અને ગાંધીનગર 3 બેઠક પર NCPના ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં ઉતારશે.
તો આ અંગે NCPના પ્રદેશ પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ જણાવ્યું કે, આગામી 2 દિવસમાં NCP રાજ્યની 26 બેઠકો પર મજબૂત ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. NCP થોડા સમયમાં 26 બેઠકો પર ઉમેદવાર ઘોષિત કરી શકે છે.