આજથી અંદાજિત 70 વર્ષ પહેલા NCCની સ્થાપના થઈ હતી. NCC દ્વારા બાળકોને તાલીમની ગુણવત્તા, નેતૃત્વના ગુણો, શિસ્ત અને ભાવ સાથે તાલીમ આપવામાં આવે છે. વર્ષ 2018 અને 19માં NCCએ ઘણા બધા કેમ્પ, એડવેન્ચર ટ્રેનિંગ, સામાજિક જાગૃતિ, દેશના કાર્યો જેવા અનેક કાર્યક્રમ યોજ્યા હતા. આણંદ જિલ્લામાં 435 NCC કેડેટ્સ દ્વારા ઉમદા કાર્યો કરવામાં આવ્યા હતા.
આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનમાં 80 સિક્રેટ દ્વારા ફ્લેટમાં પણ ભાગ લેવામાં આવ્યો હતો. NCCનો મુખ્ય હેતુ એકતા અને શિસ્ત બંનેના માધ્યમથી એક સારા નેતૃત્વની અને રાષ્ટ્રભાવનાની તાલીમ આપવાનો છે. ત્યારે આજે આણંદ મુકાવે NCC કોન્વોકેશન એન્ડ એન્યુઅલ સેરેમનીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.
26 જેટલા NCC કેડેટને કેસ એવોર્ડ અને A સર્ટીફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે-સાથે એસોસીએટેડ આર્મ્ડ ફોર્સિસ, ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ જેવા અલગ અલગ ક્ષેત્રે આગળ વધવા માટે આ સર્ટીફિકેટ ખુબ કારગર નીવડે છે.