આણંદ જગતજનની માં જગદંબાની આરાધનાનો પવિત્ર નવરાત્રીના (Navratri in Anand) મહાપર્વનો મંગલમય શુભારંભ કરાયો હતો. માતાજીના ગરબાના વિધિવત સ્થાપન સાથે શક્તિ મંદિરોમાં પૂજા-અર્ચના અને માતાજીની પ્રતિમાનો વિશેષ શ્રૃંગાર કર્યા હતા. પ્રથમ નોરતે ઢોલ-નગારાના તાલે સવારે મંદિરો, મઢમાં મંગલ મુહૂર્ત શાસ્ત્રોક્ત રીતે ઘટ સ્થાપન કરાયું હતું. આ ઉપરાંત માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડ્યા હતા અને દસમા દિવસે જવારાનું વિધિવત વિસર્જન કરાશે.
ભાવિકો ભક્તિમાં બન્યા લીન આણંદ શહેરમાં અંબાજી મંદિર, ખોડિયાર મંદિર, ચામુંડા મંદિર, ચેહર માતા મંદિર સહિતના માઇ મંદિરોમાં પ્રથમ નોરતાએ મહાઆરતી, પૂજામાં મોટી સંખ્યામાં ભાવિકજનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ દરમિયાન શારદીય, ચૈત્રી, વાસંતિક અને ગુપ્ત એમ ચાર નવરાત્રિ ઉજવાય છે. જે પૈકી શુભદાયી ગણાતી શારદીય નવરાત્રીનો સોમવારથી પ્રારંભ થવા સાથે ભાવિકોનો (Navratri in Anand 2022) આદ્યશકિતની ભકિતમાં લીન બન્યા હતા.
હળવા છાંટા સાથે ગરબા છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકાયો હતો અને શેરી ગરબાના મોટાભાગે આયોજનો થયા હતા. જો કે આ વર્ષ પ્રતિબંધ ન હોવાથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ મહિના અગાઉથી તૈયારીઓ આરંભી હતી. સોમવારે બપોર બાદ કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક હળવા છાંટા વરસતા ખેલૈયાઓ સહિત ગરબા ગ્રાઉન્ડના આયોજકો (Navratri organized in Anand) ચિંતામાં મૂકાયા હતા.
ગરબાની રમઝટ જોકે સાંજ બાદ ક્રમશ વાતાવરણ સ્વચ્છ (Navratri Rain Forecast) બન્યું હતું. જેથી શેરી, સોસાયટીમાં માતાજીની પૂજા-અર્ચના, આરતી સાથે સૌએ ગરબે ઘૂમવાનો આનંદ માણ્યો હતો. જાહેર ગરબા ગ્રાઉન્ડોમાં પણ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટયા હતા અને મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી .ત્યારે ઘણા ગરબા મંડળ દ્વારા જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં માં આધશકિતનું સ્થાપન કરી નવલા નોરતાની શરૂઆત કરી હતી. (Anand rain)