ETV Bharat / state

નેશનલ મિલ્ક ડે: અમુલ હવે બાયો CNG બનાવવા તરફ આગળ વધશે - નેશનલ મિલ્ક ડે

આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે અમૂલ ક્લીન ફ્યુઅલ (બાયોસીએનજી) કાર રેલી મારફતે આ નવી ક્રાંતિની શરૂઆત કરી છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયાનો અમૂલ ડેરીને સહયોગ પ્રાપ્ત થયો હતો. આગામી દિવસોમાં દેશની અત્યંત વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ અમૂલ અને ભારતમાં સૌથી વધુ પ્રચલિત કાર બ્રાન્ડ મારૂતિ સુઝુકી ઈન્ડિયા આ સંદેશાને દેશના ખૂણે ખૂણે પહોંચાડશે.

national-milk-day-amul-will-now-move-towards-making-bio-cng

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 4:10 PM IST

અમૂલ ક્લીન ફયુઅલ રેલીનુ આણંદમાં આગમન

આણંદ: નેશનલ મિલ્ક ડે પ્રસંગે યોજાયેલી અમૂલ ક્લીન ફયુઅલ રેલીનુ આણંદમાં આગમન થયું હતું. 26મી નવેમ્બરના રોજ ડૉ.વર્ગીસ કુરિયનની 102 મી જન્મજયંતિ દેશભરમાં નેશનલ મિલ્ક ડે તરીકે મનાવાઈ છે ત્યારે આણંદમાં પુણેથી નીકળેલી કાર રેલી આવી પહોંચી હતી. આ રેલી મારફતે ડેરી ઉદ્યોગમાં તથા ભારતના કરોડો દૂધ ઉત્પાદકોનું જીવન સુધારવામાં ડૉ.કુરિયનને શ્રધ્ધાંજલી આપી તેમના યોગદાનને બિરદાવામાં આવ્યું હતું.

મારૂતિ સુઝુકી ઈન્ડિયાનો અમૂલ ડેરીને સહયોગ પ્રાપ્ત

બાયો CNG કારની રેલી: બાયો CNG કારની રેલીનો 20 નવેમ્બરના રોજ પુનાથી પ્રારંભ થયો હતો. આ રેલી 1400 કિલોમીટરનો પ્રવાસ ખેડીને મુંબઈ, વલસાડ, સુરત, વડોદરા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા અને અમદાવાદના ડેરી પ્લાન્ટસની મુલાકાત લઈને 26 નવેમ્બર, 2023ના રોજ આણંદ પહોંચી છે. આ રેલી ડેરી ક્ષેત્રના ખેડૂતો અને પ્રોફેશનલ્સ સાથે મળીને તેમણે ડેરી ક્ષેત્રમાં આપેલા મૂલ્યવાન યોગદાનને બિરદાવ્યુ છે. આણંદમાં નેશનલ મિલ્ક ડે પ્રંસગે આ 12 બાયો CNG કાર અને સાયકલની સંયુક્ત રેલી આજે આણંદમાં આવેલ વિવિધ સંસ્થામાં ફરીને અમૂલ ડેરી ખાતે આવી પહોંચી હતી. જ્યાં કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો.

અમુલ હવે બાયો CNG બનાવવા તરફ આગળ વધશે
અમુલ હવે બાયો CNG બનાવવા તરફ આગળ વધશે

'બોયોફ્યુઅલને અંગે જાગૃતિ લાવવા માટે આ વર્ષે વિશેષ પુણેથી એક કાર રેલી અંદાજિત 1400 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી કરીને આજે આણંદ ખાતે આવી પહોંચી હતી. જેને આ સફર દરમ્યાન સસ્ટેનેબલ ઇકો ફ્રેન્ડલી ફ્યુલ માટે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન હાથ ધર્યો હતો.' -મિનેષ શાહ, ચેરમેન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ

G-20ના પ્રમુખપદ દરમિયાન ભારતે સરક્યુલર ઈકોનોમીને મુખ્ય અગ્રતા ક્ષેત્ર તરીકે અપનાવી છે અને તેમાં અમૂલ ડેરીના સહકારી મોડલે ગ્રામ્ય પ્રદેશોમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું ઉત્તમ મોડલ પૂરૂ પાડ્યું હોવાની પ્રશંસા થઈ હતી. ખેડૂતોને પ્રાપ્ત થતુ પશુઓનું છાણ હવે ગ્રામ્ય સ્તરે ઓર્ગેનિક ખાતર અને બાયોગેસમાં રૂપાંતર થઈ રહ્યુ છે. આ પ્રયાસને કારણે ખેડૂતોને તો બચત થઈ જ રહી છે તથા દેશને પણ મૂલ્યવાન વિદેશી હૂંડીયામણની બચત થઈ રહી છે. આવો પ્રયાસ હાથ ધરવાને કારણે દેશમાં રાસાયણિક ખાતર તથા જમીનમાંથી પ્રાપ્ત થતા બળતણનો ઉપયોગ ઘટી રહ્યો છે. છાણનાં ઉપયોગથી ખેડૂતો માટે આવકનો પર્યાવરણલક્ષી તથા ઉમદા એવો એક નવો સ્ત્રોત ઉભો થયો છે. આ પ્રક્રિયાથી ખેડૂતોનું સશક્તિકરણ તો થાય છે જ પણ સાથે સાથે દેશની ભાવિ પેઢીને તંદુરસ્ત અને પોષક ડેરી પ્રોડકટસ મળી રહી છે.

'દૂધના ધંધાને વ્યવસાય તરીકે અપનાવવા માટેની જાગૃતી લાવવામાં ડો કુરિયનનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આજે ક્યારે તેમના જન્મદિવસને નેસનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.' -વિપુલ પટેલ, ચેરમેન, અમૂલ ડેરી

  1. આજે ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રીય દૂધ દિવસ, જાણો શું છે તેનો ઈતિહાસ
  2. World Milk Day 2023: આજે ઉજવાઈ રહ્યો છે વિશ્વ દૂધ દિવસ, જાણો આ વર્ષની થીમ શું છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.