આણંદ : ખોડલધામના પ્રમુખ અને પાટીદાર આગેવાન નરેશ પટેલ આજે આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા (Naresh Patel In Karmasad) હતા. સરદાર પટેલના પૈતક ગામ કરમસદમાં આવેલ સરદાર મેમોરિયલ (Sardar Memorial Karamsad) ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી, આગામી 21 જાન્યુઆરીના રોજ ખોડલધામ કાગવડ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં (Khodaldham Patotsav 2021) ચરોતરના પાટીદારોને આમંત્રણ આપવામાં માટે જ્યારે પાટીદાર આગેવાન નરેશ પટેલ આવ્યા હતા, ત્યારે ચરોતરના અલગ અલગ રાજકીય પક્ષના હોદ્દેદારો એક મંચ પર જોવા મળ્યા હતા.
ચરોતરના પાટીદારોને સામાજિક મંચ પર એક થવા આહવાન
કરમસદના આંગણે યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાન નરેશ પટેલ દ્વારા ચરોતરના પાટીદારોને સામાજિક મંચ પર એક થવા આહવાન કરવામાં આવ્યું હતું. આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર 5માં પાટોત્સવ કાર્યક્રમમાં ચરોતરના 20 જેટલા ધોળના પાટીદારો એક મંચ પર એકત્ર થઈ ભક્તિ સાથે સામાજિક એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
આ પણ વાંચો:
Khodal Dham Patotsav: પાટણ વાસીઓને ખોડલ ધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ