ETV Bharat / state

ખંભાતમાં રસી ન મળતા 25થી વધુ શિક્ષકો તેમજ અધ્યાપકો કોરોનાગ્રસ્ત થયા - ગુજરાત સમાચાર

કોરોનાકાળમાં ઇલેક્શન ફરજ, કોરોના રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વે, પોલિયો, બી.એલ.ઓ, સહિત હજારો વિધાર્થીઓને શિક્ષણ આપવાનું કામ કરતા શિક્ષકો સાથે આરોગ્ય વિભાગ અન્યાય કરી રહ્યુ હોય તેમ લાગે છે. અધિકારીઓ ઓફિસોમાં કામ કરે તો પણ રસીનો લાભ લે છે અને શિક્ષકો છેવાડાના માનવી તેમજ બાળકો સુધી પહોંચીને સતત કામ કરે તો પણ રસી માટે તેને ઝઝૂમવું પડી રહ્યુ છે. આરોગ્ય વિભાગ હજારો બાળકો સાથે ચેડાં કરી રહ્યું હોય તેમ લાગે છે.

ખંભાતમાં રસી ન મળતા 25થી વધુ શિક્ષકો તેમજ અધ્યાપકો કોરોનાગ્રસ્ત થયા

author img

By

Published : Mar 14, 2021, 6:50 PM IST

  • ખંભાતમાં મોટા પ્રમાણમાં અધ્યાપકો થયા કોરોનાગ્રસ્ત
  • ખંભાતમાં ઠેર-ઠેર શિક્ષકો સંક્રમણનું ભોગ બન્યા
  • શિક્ષણ તેમજ આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી

ખંભાત: શહેરમાં શાળા, કોલેજોમાં અધ્યાપકોની સ્થિતિ કથળી છે. ખંભાતમા શિક્ષકોને કોરોના રસી ન અપાતાં મોટા પ્રમાણમાં અધ્યાપકો કોરોનાગ્રસ્ત બન્યા છે. 26થી વધુ શિક્ષકો, આચાર્યો તેમજ અધ્યાપકો કોરોનાગ્રસ્ત થતા સ્થાનિક આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. અધ્યાપકો તેમજ શિક્ષકો સતત કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. આરોગ્ય વિભાગ પાસે શિક્ષકોને વેક્સિન આપવા કોઈ જ આયોજન નથી. માત્ર પ્રાથમિક વિભાગના શિક્ષકોને વેક્સિન અપાઈ છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ કોલેજના અધ્યાપકોને વેક્સિન અપાઈ નથી.

આ પણ વાંચો: ખંભાતની 2,300થી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજના 4 પ્રોફેસર કોરોના સંક્રમિત

ખંભાત એપિસેન્ટર, છતાં સરકારી ચોપડે એક પણ કેસ નોંધાયો નથી

આણંદ જિલ્લામાં કોરોના હોટસ્પોટ ગણાતા ખંભાતમાં ફરી એક વખત કોરોના સંક્રમણે હાહાકાર ઉભો કર્યો છે. ખંભાતમાં કોરોનાના અનેક કેસો પ્રકાશમાં આવ્યા છે. ખંભાત ખાતે સરકારી કોવિડ હોસ્પિટલ બંધ કરાતા દર્દીઓને આણંદ, નડિયાદ, વડોદરા, અમદાવાદ જેવા શહેરોની હોસ્પિટલોમાં સારવાર લેવા જવુ પડી રહ્યું છે. જોકે, બીજી તરફ સરકારી ચોપડે ખંભાતનો એક પણ કેસ બતાવવામાં આવતો નથી.

આ પણ વાંચો: વેરાવળની સરકારી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ અને 2 પ્રોફેસર કોરોના સંક્રમિત, ઓફલાઇન શિક્ષણ બંધ

જિલ્લા શિક્ષણ અધિકારી શું કહે છે?

આ અંગે આણંદના જિલ્લા શિક્ષણ અધિકારી ઘનશ્યામભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય અધિકારી સાથે મિટિંગ કરીને વહેલામાં વહેલી તકે શિક્ષકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાશે. જો શક્ય હશે તો સોમવારથી વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.