આણંદઃ કોરોના વાઈરસની મહામારીને ટાળવા માટે દેશમાં લોકડાઉન લાગુ કરાયું છે. પણ જીવન જરૂરિયાત વસ્તુઓની સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે ગુજરાત મિલ્ક ફેડરેશનના MD આર. સોઢીએ સૌને દૂધ સહિતને વસ્તુઓની ચિંતા કર્યા વિના લોકડાઉનનું પાલન કરવા જણાવ્યું છે.
દેશમાં લાગુ કરવામાં કરાયેલા 21 દિવસના લોકડાઉન સંદર્ભે ડૉક્ટર આર.એસ સોઢીએ જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ ચાલું રહેશે. ડેરી ક્ષેત્ર પર કોઈ જ પ્રકારના પ્રતિબંધ નથી. માટે નાગરિકોએ એડિટ બાઈ કરવું ન જોઈએ અને જરૂર હોય તેટલું જ દૂધ ખરીદવું જોઈએ. દૂધની અછત સર્જાવાની કોઇ જ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી નથી. તેથી વિતરણ બંધ થશે તેવી અફવામાં વિશ્વાસ ન કરી જરૂર કરતાં વધારે દૂધનો જથ્થો ભેગો ન કરવા જણાવ્યું હતું."
ETV BHARAT નાગરિકોને અપીલ કરે છે કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નાગરિકોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેથી સરકારને લોક ડાઉનમાં સહાયરૂપ બની કામ સિવાય ઘરની બહાર નીકળવા ટાળો અને આપના અને આપના પરિવારને વૈશ્વિક મહામારીની બીમારીથી સુરક્ષિત રાખો.